Russia Ukraine War: નેધરલેન્ડે 18 રશિયન રાજદ્વારીઓને બતાવ્યો બહારનો રસ્તો તો ભડકી ગયુ રશિયા, લીધુ આ પગલું

|

Apr 19, 2022 | 8:07 PM

Russia Ukraine War: માર્ચમાં જ, ચાર યુરોપિયન દેશોએ રશિયન અધિકારીઓ પર જાસૂસી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ મૂકતા સંકલિત કાર્યવાહીમાં ઘણા રશિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા.

Russia Ukraine War: નેધરલેન્ડે 18 રશિયન રાજદ્વારીઓને બતાવ્યો બહારનો રસ્તો તો ભડકી ગયુ રશિયા, લીધુ આ પગલું
Flag of Russia (File Photo)

Follow us on

યુક્રેન સામે યુદ્ધ (Russia Ukraine War) બાદથી પશ્ચિમી દેશોએ રશિયા સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ અંતર્ગત રશિયા પર આર્થિક પ્રતિબંધોની સાથે તેનો રાજદ્વારી બહિષ્કાર પણ કરવામાં આવી રહ્યો છે. રશિયાની આ કાર્યવાહીથી ગુસ્સે ભરાઈ ગયું છે અને હવે તેની અસર પણ જોવા મળી રહી છે. એક તરફ માર્ચમાં નેધરલેન્ડ સરકારે માર્ચમાં 18 રશિયન રાજદ્વારીઓને રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને દેશમાંથી હાંકી કાઢ્યા હતા તો  રશિયાએ પણ નેધરલેન્ડમાંથી (Netherlands) 15 રાજદ્વારીઓને હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે. સમાચાર એજન્સી રોયટર્સે રશિયન વિદેશ મંત્રાલયને (Russian Foreign Ministry) ઉલ્લેખીને આ માહિતી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહીના કારણે તણાવ વધુ વધશે.

રશિયન વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે નેધરલેન્ડના માર્ચના નિર્ણય પર ડચ રાજદ્વારીને સમન્સ મોકલવામાં આવ્યુ હતું. નેધરલેન્ડે માર્ચમાં 18 રશિયન રાજદ્વારીઓને તેમના દેશમાંથી હાંકી કાઢ્યા હતા. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મંત્રાલય તરફથી રાજદૂતને એક નોંધ સોંપવામાં આવી હતી. આમાં, હેગની કાર્યવાહીના જવાબમાં મોસ્કોમાં ડચ દૂતાવાસના 14 કર્મચારીઓ અને સેન્ટ પીટર્સબર્ગમાં નેધરલેન્ડ કોન્સ્યુલેટ જનરલના એક કર્મચારીને દેશમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યા છે. નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘તેમને બે અઠવાડિયામાં રશિયા છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.’

રાષ્ટ્રીય સુરક્ષાનો ઉલ્લેખ કરીને રશિયન રાજદ્વારીઓને બરતરફ કરવામાં આવ્યા હતા

નેધરલેન્ડ સરકારે માર્ચમાં 18 રશિયન રાજદ્વારીઓને રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને દેશમાંથી હાંકી કાઢ્યા હતા. તેણે કહ્યું હતું કે રાજદ્વારીઓની હાજરી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. નેધરલેન્ડના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયન રાજદૂતને બોલાવવામાં આવ્યા હતા અને રાજદ્વારી તરીકે ઓળખાતા અધિકારીઓને દેશમાંથી દૂર કરવામાં આવશે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

મંત્રાલયે કહ્યું હતું કે નેધરલેન્ડ સામે ગુપ્ત માહિતીનો ખતરો હજુ પણ વધારે છે. વ્યાપક અર્થમાં રશિયાનું વર્તમાન વલણ આ ગુપ્તચર અધિકારીઓની હાજરીને અનિચ્છનીય બનાવે છે. સરકારે કહ્યું કે તેણે યુએસ, પોલેન્ડ, બલ્ગેરિયા, સ્લોવાકિયા, એસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા અને મોન્ટેનેગ્રોની સલાહ લીધા બાદ આ નિર્ણય લીધો છે.

નેધરલેન્ડ સહિત ચાર દેશોએ રશિયાના રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢ્યા હતા

માર્ચમાં જ, ચાર યુરોપિયન દેશોએ રશિયન અધિકારીઓ પર જાસૂસી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ મૂકતા સંકલિત કાર્યવાહીમાં ઘણા રશિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. યુક્રેન પર હુમલાને કારણે રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે રાજદ્વારીઓને હાંકી કાઢવામાં આવ્યા હતા.

બેલ્જિયમે કહ્યું કે તેણે 21 રશિયનોને દેશ છોડવા કહ્યું છે. ચેક રિપબ્લિકે એક રશિયન રાજદ્વારીને 72 કલાકમાં દેશ છોડી દેવાની સૂચના આપી છે. આયર્લેન્ડે કહ્યું કે તેણે ચાર વરિષ્ઠ અધિકારીઓને રાજદ્વારીઓ માટે સ્વીકૃત માનક પ્રથાઓનું પાલન ન કરવા બદલ દેશ છોડવા કહ્યું છે.

આ પણ વાંચો : યુરોપિયન કમિશનના પ્રમુખ Ursula Von Der Leyen ભારતની મુલાકાત લેશે, પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે

Published On - 8:04 pm, Tue, 19 April 22

Next Article