Russia-Ukraine War: યુરોપીયન સંઘે પણ સત્તાવાર રીતે પુતિનને ‘યુદ્ધ અપરાધી’ તરીકે માન્યતા આપવી જોઈએ: યુક્રેનના સંરક્ષણ પ્રધાન

|

Mar 17, 2022 | 9:54 PM

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે આપણા દેશના ભાગ્યનો નિર્ણય થઈ રહ્યો છે. આ માત્ર આપણી જમીન પર જ નહીં પરંતુ આપણા જીવવાના અધિકાર પર હુમલો છે. ઝેલેન્સકીએ કહ્યું કે જે રીતે અમેરિકાના લોકોના સપના સ્વતંત્રતા સાથે જોડાયેલા છે, તે જ રીતે યુક્રેનના લોકોના સપના પણ છે.

Russia-Ukraine War: યુરોપીયન સંઘે પણ સત્તાવાર રીતે પુતિનને યુદ્ધ અપરાધી તરીકે માન્યતા આપવી જોઈએ: યુક્રેનના સંરક્ષણ પ્રધાન
Russian President Vladimir Putin

Follow us on

યુએસ પ્રમુખ જો બાઈડેન (US President Joe Biden) દ્વારા યુક્રેનમાં વધી રહેલા હુમલા બદલ ગઈકાલે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને યુદ્ધ અપરાધી કહ્યા બાદ , યુક્રેને આજે (17 માર્ચ, ગુરુવારે) કહ્યું કે, યુરોપિયન યુનિયને (European Union)  પણ પુતિનને ‘યુદ્ધ અપરાધી’ તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવી જોઈએ. યુક્રેનના સંરક્ષણ પ્રધાન ઓલેકસી રેઝનિકોવે યુરોપિયન યુનિયનના ધારાસભ્યોને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, હું તમામ યુરોપિયન સંસદસભ્યોને પુતિનને યુદ્ધ અપરાધી તરીકે માન્યતા આપવાની અપીલ કરું છું. વિડિયો લિંક દ્વારા વાત કરનારા રેઝનિકોવે ઉદાહરણ તરીકે યુએસ પ્રમુખ જો બાઈડેનનો હવાલો આપ્યો.

રશિયાને આક્રમક ગણાવતા રક્ષા મંત્રીએ વધુમાં કહ્યું કે, આ માત્ર યુદ્ધ નથી. તેમની સેના નાગરિક વસ્તીનો સફાયો કરી રહી છે. રશિયાએ 24 ફેબ્રુઆરીએ આક્રમણ શરૂ કર્યું ત્યારથી સમગ્ર યુક્રેનમાં 400 થી વધુ શાળાઓ, 110 હોસ્પિટલો અને 1,000 રહેણાંક બ્લોક્સ છે. રેઝનિકોવે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે, તેના દેશની સેના આખરે જીતશે. તે માત્ર તે કિંમતનો પ્રશ્ન છે જે યુક્રેનિયન લોકોને ચુકવવી પડશે.

સાથે જ 27 દેશોના બ્લોકથી યુક્રેનને વધારે હથિયારોની સપ્લાઈ કરવાની અપિલ કરતા કહ્યું કે, અમે રશિયનોને રોકી શકીએ છીએ, પરંતુ અમને મદદની જરૂર છે. આ દરમિયાન, બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બાઈડેને પુતિનની નિંદા કરી. આ સાથે યુક્રેન માટે સુરક્ષા સહાયના રૂપમાં વધારાના 800 મિલિયન ડોલરની પણ જાહેરાત કરવામાં આવી હતી. બુધવારે, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદીમિર ઝેલેન્સકીએ યુએસ કોંગ્રેસમાં જુસ્સાદાર ભાષણ આપ્યું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આજે આપણા દેશનું ભાવિ નક્કી થઈ રહ્યું છે – યુક્રેનના રાષ્ટ્રપતિ

યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે આપણા દેશના ભાગ્યનો નિર્ણય થઈ રહ્યો છે. આ માત્ર આપણી જમીન પર જ નહીં પરંતુ આપણા જીવવાના અધિકાર પર હુમલો છે. ઝેલેન્સકીએ કહ્યું કે જે રીતે અમેરિકાના લોકોના સપના સ્વતંત્રતા સાથે જોડાયેલા છે, તે જ રીતે યુક્રેનના લોકોના સપના પણ છે. તેમણે કહ્યું કે 1941ની સવારને યાદ કરો જ્યારે અમેરિકા પર હુમલો થયો હતો, 11 સપ્ટેમ્બરને યાદ કરો જ્યારે અમેરિકા પર હુમલો થયો હતો. કેવી રીતે અમેરિકા પર હુમલો કરવામાં આવ્યો હતો. આજે અમારા પર દિવસ-રાત આ રીતે હુમલા થઈ રહ્યા છે.

આ પણ વાંચો :  અફઘાન શરણાર્થીઓને અમેરિકામાં અસ્થાયી સંરક્ષિત દરજ્જો મળશે, 18 મહિના સુધી રહેવાની મળશે છૂટ

Next Article