રશિયાએ યુક્રેન પર હુમલામાં કર્યો વધારો, ભારતીય વિદ્યાર્થીઓ આ પાંચ રસ્તાઓથી કરી શકે છે સરહદ પાર

|

Oct 23, 2022 | 8:29 PM

રુસ-યુક્રેન યુદ્ધ એક નવા તબક્કામાં પ્રવેશ્યું છે. મોસ્કોએ યુક્રેનના પાવર પ્લાન્ટ્સ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. જેના કારણે અહીં વિજળીની ભારે કટોકટી સર્જાઈ છે.

રશિયાએ યુક્રેન પર હુમલામાં કર્યો વધારો, ભારતીય વિદ્યાર્થીઓ આ પાંચ રસ્તાઓથી કરી શકે છે સરહદ પાર
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Russia Ukraine Border Crisis: રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. હવે રશિયન મિસાઈલો યુક્રેનની સેના પર જ નહીં પરંતુ ત્યાંના સામાન્ય લોકો પર પણ વરસી રહી છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે રશિયન મિસાઇલ હુમલાઓ વચ્ચે ભારતીય નાગરિકોને દેશ છોડ્યાના ત્રણ દિવસ પછી, વહેલામાં વહેલી તકે દેશમાંથી બહાર કાઢવા માટે પાંચ વિકલ્પો સૂચવ્યા છે. સરહદ પાર કરવા માટે, ભારતીય નાગરિકો પાસે માન્ય પાસપોર્ટ, યુક્રેનિયન નિવાસી પરમિટ, વિદ્યાર્થી કાર્ડ અથવા વિદ્યાર્થી પ્રમાણપત્ર અને ફ્લાઇટ ટિકિટ હોવી આવશ્યક છે.

ક્રિમિયા બ્રિજ પર હુમલા બાદ રશિયા-યુક્રેન યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. રશિયન મિસાઇલો યુક્રેનના ઘણા શહેરોને નષ્ટ કરી રહી છે. અહીં સ્થિતિ વણસી રહી છે. ત્યાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. દૂતાવાસ તરફથી પહેલા લોકોને ત્યાં મુસાફરી ન કરવા અપીલ કરવામાં આવી હતી. ત્રણ દિવસ પહેલા ભારતીય દૂતાવાસે શક્ય તેટલી વહેલી તકે દેશ છોડવાનું કહ્યું હતું. એજન્સીએ પાંચ વિકલ્પો આપ્યા છે જ્યાંથી ભારતીયો ઘરે પરત ફરી શકે છે. જેમાં પ્રથમ યુક્રેન-હંગેરી સરહદ, બીજી યુક્રેન-સ્લોવાકિયા સરહદ, ત્રીજી યુક્રેન-મોલ્ડોવા સરહદ, ચોથી યુક્રેન-પોલેન્ડ સરહદ અને પાંચમી યુક્રેન-રોમાનિયા સરહદ. તમે આ માર્ગો દ્વારા સરહદ પાર કરી શકો છો, પરંતુ તમારી પાસે સંપૂર્ણ દસ્તાવેજો હોવા આવશ્યક છે.

તૂટેલા દિલ સિવાય દરેક તૂટેલી વસ્તુને ચીપકાવનાર Fevikwik કેમ તેની બોટલમાં નથી ચીપકતી
Increase Platelets Count : ક્યું જ્યુસ પીવાથી પ્લેટલેટ્સ કાઉન્ટ્સ વધે છે?
આજનું રાશિફળ તારીખ : 27-09-2024
ગુજરાતના 3 સૌથી મોટા મોલ કયા છે? જાણો તેમના નામ
બરફ જેવું દેખાતું ફળ તમારા લીવર માંથી ગંદકી કરશે દૂર, ધડા ધડ ઘટશે વજન
તમને હૃદયની બીમારી નથીને ! દેવરાહા બાબાએ જણાવી જાતે તપાસવાની રીત, જુઓ Video

સ્લોવાકિયા સરહદથી નીકળવા માટે વિઝા જરૂરી છે

દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુક્રેન-હંગેરી બોર્ડર માટેની પોસ્ટ ઝાકરપાથિયા વિસ્તારમાં આવેલી છે અને ટ્રેન દ્વારા ચોપ શહેરમાં જાય છે. ભારતીય નાગરિકોએ યુક્રેન-સ્લોવાકિયા બોર્ડરમાંથી બહાર નીકળવા માટે બોર્ડર ચેકપોસ્ટ પર માન્ય શેંગેન/સ્લોવાક વિઝા મેળવવાની જરૂર પડશે. દૂતાવાસે તેના વિગતવાર નિવેદનમાં આ સરહદી વિસ્તારોમાં તમામ ચોકીઓના નામ અને સ્થાનો તેમજ સરહદ ક્રોસિંગ સંબંધિત સહાય માટે ઉપરોક્ત દેશોના દૂતાવાસોના સંપર્ક નંબરો પણ શેર કર્યા છે.

રશિયાએ યુક્રેનના પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો

રુસ-યુક્રેન યુદ્ધ એક નવા તબક્કામાં પ્રવેશ્યું છે. મોસ્કોએ યુક્રેનના પાવર પ્લાન્ટ્સ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. જેના કારણે અહીં વિજળીની ભારે કટોકટી સર્જાઈ છે. અહીં ઠંડી વધી રહી છે અને વીજળીના અભાવે લોકો ઠંડીમાં ત્રાહિમામ પોકારી ગયા છે. રશિયાએ યુરોપિયન દેશોને ગેસનો પુરવઠો બંધ કરી દીધો છે અથવા તો બિલકુલ નહિવત કરી દીધી છે. આ કારણે પશ્ચિમી દેશોમાં વીજળીનો દુકાળ પડ્યો છે. અહીં વીજળીના ભાવ પણ આસમાને છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે, રશિયાએ 36 મિસાઈલો છોડી હતી, જેમાંથી મોટા ભાગનીને તોડી પાડવામાં આવી હતી.અત્યંત મહત્વપૂર્ણ સુવિધાઓ પરના આ હુમલાઓ આતંકવાદીઓની લાક્ષણિક રણનીતિ છે. વિશ્વએ આ આતંકવાદને રોકવો જોઈએ.

Next Article