Russia: કોરોના સામે મજબૂતીથી લડી લેવા ભારતની મદદે જુનુ જોગી રશિયા, 22 ટન જરૂરી મેડિકલ સાધનો મોકલ્યા

|

Apr 29, 2021 | 9:30 AM

Russia: કોરોનાની બીજી ઘાતક લહેર સામે મજબૂતાઇથી લડી રહેલા ભારતની મદદે રશિયા (Russia) આવ્યું છે. રશિયાએ 22 ટન આવશ્યક ઈક્વિપમેન્ટ્સ ભારત મોકલીને પોતાની સાચી મિત્રતા સાબિત કરી છે.

Russia: કોરોનાની બીજી ઘાતક લહેર સામે મજબૂતાઇથી લડી રહેલા ભારતની મદદે રશિયા (Russia) આવ્યું છે. રશિયાએ 22 ટન આવશ્યક ઈક્વિપમેન્ટ્સ ભારત મોકલીને પોતાની સાચી મિત્રતા સાબિત કરી છે. રશિયન ઈમર્જન્સી મિનિસ્ટ્રીએ 20 ઓક્સિજન પ્રોડક્શન યુનિટ્સ, 75 નંગ વેન્ટિલેટર્સ, 159 મેડિકલ મોનિટર્સ તથા દવાનાં 2 લાખ પેકેટ્સ સાથે જરૂરી 22 ટન આવશ્યક ઈક્વિપમેન્ટ્સ ભારતને મોકલી આપ્યાં છે.

પીએમ મોદી(PM Modi)એ આ અંગે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(vladimir putin)ને ફોન કરીને તેમનો આભાર માન્યો હતો. આ દરમિયાન બંને નેતાઓએ કોરાના વાયરસ વિરુદ્ધની રસી સ્પુતનિક Vના ભારતમાં રજિસ્ટ્રેશનના નિર્ણયને આવકાર્યો હતો. આ ઉપરાંત બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળાને પગલે ઊભી થયેલી અને સતત બદલાતી સ્થિતિ પર ચર્ચા કરી હતી.

 

કોરોના મહામારીની બીજી ઘાતક લહેર સામે ઝઝૂમી રહેલા ભારતની હોસ્પિટલો ઑક્સિજનની ભારે અછતનો સામનો કરી રહી છે. ભારતની સ્થિતિને જોતા દુનિયાના અનેક દેશો ભારતની મદદે આવ્યા છે. શ્રીલંકામાં ચીની દુતાવાસે કહ્યું કે તેઓ મુશ્કેલ ઘડીમાં ભારતની સાથે છે. ચીની દુતાવાસે જાણકારી આપી કે દિલ્લી માટે હોંગકોંગથી 800 ઓક્સિજન કન્સેન્ટ્રેટર મોકલવામાં આવ્યા છે. અને આવનારા સાત દિવસોમાં વધુ 10 હજાર ઑક્સિજન કન્સેન્ટ્રેટર મોકલાશે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોંએ કહ્યું કે મહામારી સામે લડી રહેલા ભારતને આવનારા દિવસોમાં ઑક્સિજન વેંટિલેટર મોકલશે. તો યૂરોપીય કમિશને કહ્યું કે ભારતને જલ્દીમાં જલ્દી જરૂરી દવાઓ અને મેડીકલ સપ્લાય મોકલવામાં આવશે. તો બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું કે કોરોના સામે લડવા માટે બ્રિટન 300થી વધુ ઑક્સિજન કન્સન્ટ્રેટર સહિત 600 મેડીકલ ડિવાઇસ ભારત મોકલી રહ્યું છે.

તો જર્મની ભારત માટે મોબાઇલ ઑક્સિજન જનરેટર અને અન્ય મેડિકલ સપ્લાય મોકલવાની તૈયારીમાં છે. સિંગાપુરે ભારત માટે 500 બાઇપૈપ, 250 ઑક્સિજન કન્સન્ટ્રેટર અને અન્ય મેડીકલ સપ્લાય મોકલ્યા છે. સંયુક્ત આરબ અમીરાતે ભારતની મદદ માટે હાઇ કેપેસિટી ક્રાયોજેનિક ઑક્સિજન ટેન્કર મોકલ્યા છે. સાઉદી અરબે કહ્યું કે ભારતને ઇમરજન્સી જરૂરિયાત માટે ચાર ક્રાયોજેનિક ઑક્સિજન ટેન્કર અને 80 મેટ્રિક ટન ઓકસિજન મોકલી રહ્યું છે.

તો અમેરિકાએ કહ્યું કે તેઓ કોવિશિલ્ડ વૅક્સીનના ઉત્પાદન માટે ભારતને કાચો માલ આપશે, જેથી વૅક્સીનના ઉત્પાદનના કામમાં ઝડપ આવે. આમ, વિશ્વના અનેક દેશોએ ભારતને મદદની તૈયારી બતાવી છે. જેમાંથી કેટલાક દેશોની મદદ ભારત પહોંચવા પણ લાગી છે.

Next Video