અમેરિકા પર ભડક્યું રશિયા, ઓબામા સહિત 500 જેટલા અમેરિકનોના દેશમાં પ્રવેશવા પર મૂક્યો પ્રતિબંધ!

|

May 20, 2023 | 3:06 PM

રશિયાએ અમેરિકન પત્રકારોને તેના દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં સીએનએન એન્કર એરિન બર્નેટ પણ સામેલ છે. રશિયાએ કહ્યું કે તેણે ખોટા અને ભ્રામક પ્રચાર માટે અમેરિકી ધારાસભ્યો, કોંગ્રેસમેન અને થિંક ટેન્કના સભ્યોને બ્લેકલિસ્ટ કર્યા છે.

અમેરિકા પર ભડક્યું રશિયા, ઓબામા સહિત 500 જેટલા અમેરિકનોના દેશમાં પ્રવેશવા પર મૂક્યો પ્રતિબંધ!
America ban on entry of 500 Americans including Obama

Follow us on

રશિયા અને યુક્રેન વચ્ચે ગયા વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધને કારણે અમેરિકા પણ હચમચી ગયું છે. તેનું કારણ પણ એકદમ સ્પષ્ટ છે, કારણ કે જે યુક્રેન પર રશિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે અમેરિકાનો મિત્ર છે. આ જ કારણ છે કે વોશિંગ્ટન તેના પર દબાણ લાવવા માટે મોસ્કો પર પ્રતિબંધો લાદી રહ્યું છે. અમેરિકાના પગલાં પર રશિયા ભડક્યું છે. તેણે ‘જૈસે કો તૈસા’ કહીને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત 500 અમેરિકનો પર પ્રતિબંધ મૂક્યો છે.

આ અમેરિકનો પર પ્રતિબંધ

રશિયાએ પણ અમેરિકન પત્રકારોને તેના દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં સીએનએન એન્કર એરિન બર્નેટ પણ સામેલ છે. રશિયાએ કહ્યું કે તેણે ખોટા અને ભ્રામક પ્રચાર માટે અમેરિકી ધારાસભ્યો, કોંગ્રેસમેન અને થિંક ટેન્કના સભ્યોને બ્લેકલિસ્ટ કર્યા છે. રશિયાએ કહ્યું કે તેણે જાસૂસીના આરોપમાં ધરપકડ કરાયેલા અમેરિકન પત્રકાર ઇવાન ગેર્શકોવિચને કોન્સ્યુલર એક્સેસનો ઇનકાર કર્યો હતો.

જણાવી દઈએ કે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ એપ્રિલમાં સંયુક્ત રાષ્ટ્રની મુલાકાતે ગયા હતા, પરંતુ આ દરમિયાન અમેરિકાએ રશિયન પત્રકારોને વિઝા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે વોશિંગ્ટનને ઘણા સમય પહેલા જ ખબર હોવી જોઈતી હતી કે જો રશિયા વિરુદ્ધ એકવાર પણ દુર્ભાવનાપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે તો તેની ચોક્કસપણે સજા આપવામાં આવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અમેરિકાના કાઉન્સિલરને એક્સેસ આપવાનો કર્યો ઇનકાર

વિદેશ મંત્રાલયે કહ્યું કે તાજેતરમાં જ અમેરિકાએ અટકાયતમાં લેવાયેલા વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટર ઈવાન ગેર્શકોવિચને કોન્સ્યુલર એક્સેસની માગ કરી હતી. પરંતુ રશિયાએ કોન્સ્યુલર એક્સેસ આપવાનો ઇનકાર કર્યો હતો. ઇવાન ગેર્શકોવિચની માર્ચમાં રશિયામાં જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. રશિયા અને અમેરિકા વચ્ચે ઘણા દાયકાઓથી તણાવપૂર્ણ સંબંધો છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંબંધોમાં કડવાશ વધુ વધી છે.

રશિયા પર અમેરિકાની કાર્યવાહી

શુક્રવારે અમેરિકાએ રશિયાના 300 ટાર્ગેટ પર કાર્યવાહી કરી, જેથી રશિયાને યુક્રેન પરના હુમલાને લઈને પાઠ ભણાવી શકાય. ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર, આ રશિયા પર લેવામાં આવેલી સૌથી કડક કાર્યવાહીમાંથી એક છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે આજની કાર્યવાહી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના બર્બર હુમલાના દળોને રોકવા માટે કામ કરશે. અમે આ પગલાં એટલા માટે લીધા છે કે રશિયા પ્રતિબંધોથી બચવા માટે જે પગલાં લઈ રહ્યું છે તેનો લાભ તેને ન મળે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article