Breaking News : સુધારાવાદી મસૂદ પેજેશ્કિયન બનશે ઈરાનના નવા રાષ્ટ્રપતિ , રૂઢિચુસ્ત જલિલીને હરાવીને જીતી ચૂંટણી

|

Jul 06, 2024 | 10:59 AM

મસૂદ પેઝેશ્કિયન ઈરાનના નવા રાષ્ટ્રપતિ બનશે. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને કારમી હાર આપી હતી. રન-ઓફમાં, પેજેશકિયનને 16,384,403 મત મળ્યા જ્યારે જલીલી 13,538,179 મતો સાથે બીજા સ્થાને રહ્યા.

Breaking News : સુધારાવાદી મસૂદ પેજેશ્કિયન બનશે ઈરાનના નવા રાષ્ટ્રપતિ , રૂઢિચુસ્ત જલિલીને હરાવીને જીતી ચૂંટણી
Masoud Pezeshkian will be the new President of Iran

Follow us on

મસૂદ પેજેશ્કિયન ઈરાનના નવા રાષ્ટ્રપતિ બનશે. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને કારમી હાર આપી હતી. રન-ઓફમાં, પેજેશકિયનને 16,384,403 મત મળ્યા જ્યારે જલીલી 13,538,179 મતો સાથે બીજા સ્થાને રહ્યા. શુક્રવારે પેજેશકિયન અને જલીલી વચ્ચે સીધો મુકાબલો હતો. આ મેચમાં પેજેશકિયાને શાનદાર જીત મેળવી હતી.

પેજેશ્કિયનને લગભગ 42 ટકા વોટ મળ્યા

અગાઉ, ત્યાં 28 જૂને પ્રથમ રાઉન્ડનું મતદાન થયું હતું, પરંતુ તે રાઉન્ડમાં કોઈપણ ઉમેદવારને 50 ટકાથી વધુ મત મળ્યા નહોતા અથવા તો સંપૂર્ણ બહુમતી મળી ન હતી. ઈરાનમાં જીત માટે 50 ટકા વોટ જરૂરી છે. ગયા અઠવાડિયે યોજાયેલા મતદાનના પ્રથમ રાઉન્ડમાં, પેજેશ્કિયનને લગભગ 42 ટકા વોટ મળ્યા જ્યારે જલીલીને 39 ટકા મત મળ્યા.

કટ્ટરપંથી જલીલીને મળી કરારી હાર

આ પછી, ફાઇનલ અને નિર્ણાયક મુકાબલામાં શુક્રવારે ફરીથી ફાઇનલ મુકાબલો યોજાયો હતો, જેમાં કટ્ટરપંથી જલીલી જીતી શક્યા ન હતા અને પેજેશકિયનનો વિજય થયો હતો. પેઝેશ્કિયનની જીત પછી, તેમના સમર્થકોએ તેહરાન અને અન્ય શહેરોમાં રસ્તાઓ પર ઉતરીને ઉજવણી કરવાનું શરૂ કર્યું. પેઝેશ્કિયનને ઈરાનમાં સુધારાવાદી નેતા તરીકે ઓળખવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?

રાષ્ટ્રપતિ પદની રેસમાં કુલ 4 ઉમેદવારો હતા

તે જ સમયે, કટ્ટરપંથી સઈદ જલીલીને ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીના નજીકના માનવામાં આવે છે. ઈરાનમાં આ ચૂંટણી એવા સમયે થઈ છે જ્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં વ્યાપક તણાવ છે અને ઈરાન છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 80 લોકોએ અરજી કરી હતી પરંતુ બાદમાં માત્ર 6 નામોને જ મંજૂરી મળી હતી.

જોકે, મતદાન પહેલા બે ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. આ પછી રાષ્ટ્રપતિ પદની રેસમાં કુલ 4 ઉમેદવારો હતા. પ્રથમ રાઉન્ડમાં, મસૂદ પેઝેશ્કિયન અને સઈદ જલીલી વચ્ચે સખત સ્પર્ધા હતી, જ્યારે મોહમ્મદ બાકર કાલિબાફ અને મોસ્તફા પોરમોહમ્મદી પ્રથમ રાઉન્ડમાં રેસમાંથી બહાર થઈ ગયા હતા. બંને ત્રીજા અને ચોથા ક્રમે રહ્યા હતા.

 

Published On - 10:46 am, Sat, 6 July 24

Next Article