Imran Khan Arrested:ગઈકાલે એટલે કે મંગળવાર (9 મે) પાકિસ્તાન માટે દુઃસ્વપ્ન સમાન હતો,કારણ કે ગઈકાલે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન(Imran Khan)ની ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. દેશના દરેક નાના-મોટા શહેરમાં તોડફોડ કરવામાં આવી હતી.
ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સેંકડો સમર્થકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિરોધ દરમિયાન પીટીઆઈ સમર્થકોએ દેશના તમામ રસ્તાઓ પર આગચંપી પણ કરી હતી. લાહોરમાં પાકિસ્તાન આર્મી કમાન્ડરના ઘરની પણ તોડફોડ કરી અને રસોડામાં રાખેલી ખાણીપીણીની ચીજવસ્તુઓની ચોરી કરીને ભાગી ગયો.
#EXCLUSIVE: #PTI protestors enjoying strawberries they looted from refrigerator of corps commander #Lahore’s house. pic.twitter.com/b89LP2Tocr
— Asad Ali Toor (@AsadAToor) May 9, 2023
لاہور کینٹ ایریا سے افسوسناک مناظر۔#cantt #enoughisenough #pti #karachi #lahore pic.twitter.com/JX7e91Wwic
— Raftar (@raftardotcom) May 9, 2023
Peacocks stolen by mob from inside residence of Pakistan Army’s Corps Commander in Lahore, Pakistan. Arson, rioting and clashes continue at night. pic.twitter.com/YwyeQLMFLN
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 9, 2023
ઈમરાન ખાનની ધરપકડ બાદ સરકારે કલમ 144 લાગુ કરી હતી, પરંતુ તેની કોઈ અસર જોવા મળી નથી. પીટીઆઈના સમર્થકોએ પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓના ઘરોને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન તેઓ પાકિસ્તાની અધિકારીઓના ઘરેથી સામાનની પણ ચોરી કરતા હતા. પીટીઆઈના સમર્થકો એટલા ગુસ્સામાં હતા કે તેઓ જે વસ્તુઓ જોઈ રહ્યા હતા તેનો નાશ કરી રહ્યા હતા.એવું લાગતું હતું કે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગૃહમાં ઘૂસીને હંગામો મચ્યો હતો. ઈમરાન ખાનની ધરપકડના વિરોધ દરમિયાન પોલીસે પીટીઆઈના સેંકડો કાર્યકરોની ધરપકડ કરી હતી અને ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા.