ખાલીસ્તાન સમર્થક સંગઠન શીખ ફોર જસ્ટીસના વડા સામે ગુન્હો દાખલ કરીને, સરકારે શીખ ફોર જસ્ટીસની 40 વેસબાઈટ પ્રતિબંધિત જાહેર છે. શીખ ફોર જસ્ટીસની વિવિધ વેબસાઈટ દ્વારા દેશવિરોધી પ્રવૃતિઓ આચરવામાં આવતી હોવાથી તમામે તમામ વેબસાઈટ બંધ કરાવી છે. હરિયાણામાં શીખ ફોર જસ્ટીસ સંગઠનના વડા ગુરવંતસિંહ પન્નુ ઉપર દેશદ્રોહનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. સરકારનું માનવુ છે કે આ સંસ્થાની વેબસાઈટ દ્વારા ગેરકાયદે કામ માટે લોકોનો મત એકઠો કરવામાં આવતો હતો. આ સંગઠન પણ ખાલિસ્તાનનું સમર્થક રહ્યું છે. સંગઠનમાં જોડાયેલાની માનસિકતા અલગતાવાદી રહી છે. આ સંગઠનના વડા ગુરવંતસિંહ પન્નુ અમેરીકામાં રહે છે. અમેરીકાથી ટેલિકોન્ફરન્સ યોજે છે. અને વેબસાઈટનું સંચાલન કરે છે. જે મુખ્યત્વે ભારતની એકતા અને અખંડિતતા માટે જોખમરૂપ છે. પંજાબમાં આ સંગઠન સાથે જોડાયેલા 116 વોટ્સએપ ગ્રુપને પ્રતિબંધિત જાહેર કરીને બંધ કરાવ્યા છે.