Price of Sputnik V : રશિયાની ઈમ્પોર્ટેડ વેક્સિનના ભાવ થયા નક્કી, જાણો કેટલી હશે કિંમત ?

|

May 14, 2021 | 1:45 PM

ભારતમાં ડૉ. રેડ્ડી લેબોરેટરી ( Dr. Reddy's Laboratories) દ્વારા આ વેક્સિનનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યુ છે.

Price of Sputnik V : રશિયાની ઈમ્પોર્ટેડ વેક્સિનના ભાવ થયા નક્કી, જાણો કેટલી હશે કિંમત ?

Follow us on

રશિયાની Sputnik V વેક્સિનના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ભારતમાં વેક્સિનના એક ડોઝની કિંમત હશે 995.40 રૂપિયા. ભારતમાં ડૉ. રેડ્ડી લેબોરેટરી ( Dr. Reddy’s Laboratories) દ્વારા આ વેક્સિનનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યુ છે. Sputnik V વેક્સિન કોરોના પર 91.6 ટકા અસરકારક સાબિત થઇ છે.

રશિયાથી આયાત કરેલી Sputnik V વેક્સિન પર 5 ટકા GST લાગુ થશે. અને ડૉ. રેડ્ડી લેબોરેટરી દ્વારા ભારતમાં બનેલી વેક્સિન તેનાથી ઓછા ભાવમાં મળશે. ભારતમાં વેક્સિનની અછત અને કેટલાક રાજ્યોમાં વેક્સિન ડ્રાઇવમાં અડચણ આવકા કેન્દ્ર સરકારે ગુરુવારે જાહેરાત કરી છે કે Sputnik V વેક્સિન ભારતમાં આવતા અઠવાડિયાથી મળશે.

રશિયાની Sputnik V નો પહેલો જથ્થો 1 મેના રોજ ભારતમાં આવ્યો હતો અને તેને 13 એપ્રિલના રોજ તાત્કાલિક ઉપયોગની મંજૂરી મળી હતી. આગામી સમયમાં રશિયાથી હજી પણ વેક્સિનનો જથ્થો આવનાર છે અને વેક્સિનની સપ્લાય ડૉ. રેડ્ડી લેબોરેટરી દ્વારા કરવામાં આવશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હાલમાં ભારતમાં કુલ 3 વેક્સિનને મંજૂરી મળી છે. સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયાની Sputnik V જો ત્રણે વેક્સિનની કિંમતની વાત કરીએ તો કોવિશિલ્ડ રાજ્ય સરકારોને 300 રૂપિયા અને કોવેક્સિન 400 રૂપિયામાં મળે છે. અને Sputnik V ની કિંમત  995 રૂપિયા નક્કી કરવામાં આવી છે

Sputnik વેક્સિન પાવડર અને લિક્વીડ એમ બંને ફોર્મમાં મળશે. લિક્વીડ વેક્સિનને માઇનસ 18 ડિગ્રીમાં રાખવી આવશ્યક છે અને પાવડરને 2 થી 8 ડિગ્રી તાપમાનમાં રાખવુ જરૂરી છે. ગત વર્ષે સપ્ટેમ્બર માસ દરમિયાન ડૉ. રેડ્ડીએ રશિયાની કંપની સાથે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ હેઠળ વેક્સિનના ટ્રાયલ અને વહેંચણીને લઇને પાર્ટનરશીપ કરી હતી.

ભારતમાં કોરોનાની બીજી લહેર જે તબાહી મચાવી રહ્યુ છે. હોસ્પિટલમાં બેડ અને દવાઓની સખત અછત જોવા મળી રહી છે અને આટલી વસ્તી ધરાવતા દેશમાં કોરોના વાયરસના નવા વેરિએંટ બનવાના જોખમ સામે વેક્સિનેશન જ એક માત્ર ઉપાય છે અને દુનિયાભરના એક્સપર્ટ્સનું કહેવું છે કે ભારતમાં જો જલદીથી વેક્સિન આપવામાં ન આવી તો હજી ત્રીજી લહેર વધુ ઘાતક હશે.  માટે જ સરકાર પણ વેક્સિનેશનના ઉત્પાદન અને પ્રક્રિયાને પ્રોત્સાહન આપી રહી છે. દેશમાં વેક્સિનેશન ડ્રાઇવ સામે એક સમસ્યા ઉભી છે કે વેક્સિનનું ઉત્પાદન પુરતુ ન હોવાને કારણે કેટલાક રાજ્યોમાં વેક્સિનેશન ધીમું થઇ ગયુ છે. તેવામાં હવે Sputnik V બજારમાં આવતા વેક્સિનેશન વધુ ઝડપી બનશે.

Next Article