VIDEO: ભાગેડુ નિરવ મોદીના ભાઈ નેહલ મોદી વિરૂદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટીસ જાહેર કરી

લંડનની જેલના સળિયા ગણી રહેલા નિરવ મોદીના ભાઈ નેહલ મોદી પર હવે સકંજો કસાયો છે. નિરવ મોદીના ભાઈ નેહલ મોદી સામે ઈન્ટરપોલે રેડ કૉર્નર નોટિસ જાહેર કરી છે. પીએનબી ગોટાળા નિરવ મોદી અને મેહુલ ચોક્સીની સાથે નેહલ મોદીની પણ સંડોવણી છે. તેના પર મનિ લોન્ડરિંગ અને પુરાવાના નાશ કરવાનો આરોપ છે. નેહલ મોદી કેટલાક અઠવાડિયા […]

VIDEO: ભાગેડુ નિરવ મોદીના ભાઈ નેહલ મોદી વિરૂદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટીસ જાહેર કરી
| Updated on: Sep 13, 2019 | 7:19 AM

લંડનની જેલના સળિયા ગણી રહેલા નિરવ મોદીના ભાઈ નેહલ મોદી પર હવે સકંજો કસાયો છે. નિરવ મોદીના ભાઈ નેહલ મોદી સામે ઈન્ટરપોલે રેડ કૉર્નર નોટિસ જાહેર કરી છે. પીએનબી ગોટાળા નિરવ મોદી અને મેહુલ ચોક્સીની સાથે નેહલ મોદીની પણ સંડોવણી છે. તેના પર મનિ લોન્ડરિંગ અને પુરાવાના નાશ કરવાનો આરોપ છે. નેહલ મોદી કેટલાક અઠવાડિયા પહેલા જ વિદેશ ફરાર થઈ ગયો છે.

આ પણ વાંચો: નર્મદાઃ પણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે ફસાયેલી બાળકીનો આબાદ બચાવ, જુઓ VIDEO

સૂત્રોની વાત માનીએ તો નેહલ દીપક મોદીને શોધવા અને તેની ધરપકડ કરવા માટે દુનિયાભરની કાયદાકીય એજન્સીઓને ઈડીએ ધરપકડ કરવા માટે સૂચના આપી દીધી છે. મહત્વનું છે કે નિરવ મોદી હાલ લંડનની જેલમાં બંધ છે. આ મહિનાની 19 તારીખે જ તેની કસ્ટડી પૂરી થઈ રહી છે. પીએનબી કૌભાંડમાં વિદેધ ફરાર થનારાઓની યાદીમાં નિરવ મોદી, મેહુલ ચોક્સી અને નેહલનું પણ નામ સામેલ છે. ઈડીએ કહ્યું છે કે- નેહલ અને તેના પરિવારના અન્ય સભ્યોએ ભાગેડું નિરવ મોદીને મની લોન્ડરિંગ અને પુરાવા નાશ કરવામાં મદદ કરી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો