PM MODI આજે દાવોસમાં વિશ્વ આર્થિક મંચમાં કરશે સંબોધન, દુનિયાના 400થી વધુ પ્રતિનિધિઓ લેશે ભાગ

|

Jan 28, 2021 | 12:31 PM

PM MODI આજે વિશ્વ આર્થિક મંચ દાવોસમાં સંબોધન કરશે. તેઓ દાવોસમાં ભારતના વિકાસ સંબંધી અનેક મુદ્દા અને પ્રૌધ્યોગિક ઉપયોગ અંગે પોતાની વાત રજૂ કરશે.

PM MODI આજે વિશ્વ આર્થિક મંચ દાવોસમાં સંબોધન કરશે. તેઓ દાવોસમાં ભારતના વિકાસ સંબંધી અનેક મુદ્દા અને પ્રૌધ્યોગિક ઉપયોગ અંગે પોતાની વાત રજૂ કરશે. પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતુ કે, દાવોસમાં દુનિયાના 400થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. જેમા પીએમ મોદી ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અને માનવતાની ભલાઈ માટે પ્રૌદ્યોગિકીકરણના ઉપયોગ અંગે સંબોધન કરશે. આ ઉપરાંત પીએમ મોદી દાવોસમાં કેટલીક કંપનીઓના સીઈઓ સાથે પણ વાતચીત કરશે. દાવોસમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સંબોધિત કરી ચુક્યા છે.

 

Next Video