PM Modi Italy UK Visit: ઈટાલીમાં PM મોદીએ મરાઠી અને ગુજરાતીમાં વાતો કરી લોકોનું જીત્યું દિલ, જુઓ Video

|

Oct 30, 2021 | 9:51 AM

PM Narendra Modi એ રોમના પિયાજામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તે સમયે એકઠા થયેલા ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરી હતી

PM Modi Italy UK Visit: ઈટાલીમાં PM મોદીએ મરાઠી અને ગુજરાતીમાં વાતો કરી લોકોનું જીત્યું દિલ, જુઓ Video
PM Modi Italy UK Visit:

Follow us on

PM Modi Italy UK Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 શિખર સંમેલનમાં સામેલ થવા ઇટાલી પહોંચ્યા છે. વડાપ્રધાન દુનિયામાં ગમે ત્યાં જાય, ભારતીયો વડાપ્રધાનને મળવા હંમેશા આતુર હોય છે. ઇટાલીમાં પણ વડાપ્રધાનની એક ઝલક જોવા, તેમને મળવા પડાપડી જોવા મળી હતી.

વડાપ્રધાન (PM Modi ) ભલે ઇટાલીમાં હોય, પણ તેમણે ભારતીયો સાથે એક અલગ જ અંદાજમાં વાતો કરી હતી. મરાઠી અને ગુજરાતીમાં વાતો કરી લોકોનું દિલ જીતી લીધું હતુ. કહેવાય છે કે નરેન્દ્ર મોદી હંમેશા ગુજરાતના રંગે પણ રંગાયેલા હોય છે. જેથી એક મહિલાએ તેમને પૂછ્યૂં, કેમ છો ? તો તેમણે પણ જવાબ આપ્યો, મજામાં… જોઇએ નરેન્દ્ર મોદીની ભારતીયો સાથેની આ અનોખી ઝલક….

પીએમ મોદી (PM Narendra Modi) એ રોમના પિયાજામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તે સમયે એકઠા થયેલા ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરી હતી. ઉપસ્થિત લોકોએ ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા અને શિવતાંડવ સ્ત્રોત્ર ગાઇ લોકોએ ઇટાલીમાં હિંદુ સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા.

PM મોદીની આજે પોપ ફ્રાંસિસ સાથે મુલાકાત
ઈટાલી (Italy) માં વડાપ્રધાનના કાર્યક્રમો વિશે માહિતી આપતાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ શુક્રવારે કહ્યું કે, ‘PM મોદી પહેલા પોપને વ્યક્તિગત રીતે મળશે અને પછી થોડા સમય પછી પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે. શ્રિંગલાએ કહ્યું કે વેટિકને વાટાઘાટો માટે કોઈ એજન્ડા નક્કી કર્યો નથી.

ફ્રાન્સ અને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને મળશે
વેટિકન એ રોમથી ઘેરાયેલું શહેર-રાજ્ય છે અને તે રોમન કેથોલિક ચર્ચનું મુખ્ય મથક છે. આ વર્ષે જી-20 સમિટ રોમમાં યોજાવા જઈ રહી છે. જ્યારે ગત વર્ષની સમિટનું આયોજન સાઉદી અરેબિયા દ્વારા કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી જી-20 સમિટ દરમિયાન વિશ્વના અનેક નેતાઓને મળવાના છે. જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો અને સિંગાપોરના વડાપ્રધાન લી હોસેન લૂંગ સાથેની બેઠકોનો સમાવેશ થાય છે.

આ પછી, રવિવારે પીએમ મોદી સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે. ANI સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે મોદી “ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણ અને ટકાઉ વિકાસ” પર ચર્ચામાં પણ ભાગ લેશે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, સપ્લાય ચેઇન રિસિલિયન્સ (Supply Chain Resilience) પર વૈશ્વિક સમિટ પણ થશે.

આ પણ વાંચો: Horoscope Today 30 October : વાંચો આજનું મેષ થી મીન સુધીનું દૈનિક રાશિફળ સંક્ષિપ્તમાં

આ પણ વાંચો: વડોદરામાં દિવાળી પૂર્વે આરોગ્ય વિભાગ એક્શનમાં, મીઠાઇ ફરસાણની દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધર્યું

Next Video