PM Modi In Egypt: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના 3 દિવસના પ્રવાસ બાદ હવે 2 દિવસ ઈજિપ્તની મુલાકાતે છે. જ્યાં, પીએમ મોદીએ ઇજિપ્તના ગ્રેન્ડ મુફ્તી ડૉ. શૌકી ઇબ્રાહિમ આલમ સાથે મુલાકાત કરી હતી. શૌકી પીએમ મોદીને મળીને ખુબ જ ખુશ થયા હતા. તેમણે તેમની તાજેતરની ભારત મુલાકાતનો ઉલ્લેખ કરતા પીએમની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો પર પ્રકાશ પાડ્યો છે આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બહુવચનવાદ પ્રોત્સાહન આપવા માટે થઈ રહેલા કામની પ્રશંસા કરી હતી.
પીએમ ઈજિપ્તની મુલાકાતે છે, ત્યારે આજે પીએમના અનેક કાર્યક્રમો યોજાવાના છે. ત્યારે તે પહેલા મોદી અને ગ્રેન્ડ મુફ્તી વચ્ચેની બેઠક દરમિયાન સામાજિક અને ધાર્મિક સૌહાર્દ અને ઉગ્રવાદ અને કટ્ટરવાદ સામે લડવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વડા પ્રધાને જાહેરાત કરી હતી કે ભારત ઇજિપ્તના સામાજિક ન્યાય મંત્રાલય હેઠળ દાર-અલ-ઇફ્તામાં આઇટી સેન્ટર સ્થાપશે. ગ્રેન્ડ મુફ્તી સાથેની મુલાકાત બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે અમે ભારત અને ઇજિપ્તના સંબંધો પર ચર્ચા કરી.
તે જ સમયે, મુફ્તીએ કહ્યું કે પીએમ મોદીને મળીને તેઓ સન્માનિત અનુભવી રહ્યા છે. તેમજ તેમણે કહ્યું હતુ કે આ અમારી બીજી મુલાકાત હતી. બે બેઠકો વચ્ચે મેં જોયું છે કે ભારતમાં ઘણો વિકાસ થયો છે. ભારતમાં વિવિધ ધાર્મિક સમુદાયો વચ્ચે સહ અસ્તિત્વ લાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમજદાર નીતિઓ અપનાવવામાં આવી રહી છે.
ઇજિપ્તની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કૈરોમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી હતી. ભારતીય સમુદાયના સભ્યો સાથેની વાતચીતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-ઇજિપ્ત સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાન માટે સમુદાયની પ્રશંસા કરી હતી. વિદ્યાર્થીઓ ઉપરાંત પ્રોફેશનલ્સ અને બિઝનેસમેન સહિત કુલ 300 થી વધુ NRI PM મોદી સાથેની મીટિંગમાં સામેલ થયા હતા.
અમેરિકાનો પ્રવાસ ખતમ કરીને ઇજિપ્ત પહોંચેલા પીએમ મોદીએ કૈરો ‘ઇન્ડિયા યુનિટ’ના લોકો સાથે મુલાકાત કરી હતી. ઈન્ડિયા યુનિટનું નેતૃત્વ ઈજિપ્તના વડા પ્રધાન મહામહિમ મુસ્તફા મદબોલી કરે છે. આમાં ઘણા મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. જણાવી દઈએ કે પીએમ મોદી 24 જૂનની રાત્રે ઇજિપ્ત પહોંચ્યા હતા.
આ પહેલા પીએમ મોદી ચાર દિવસ માટે અમેરિકાના પ્રવાસે હતા. અમેરિકાનો પ્રવાસ ખતમ કરીને પીએમ મોદી સીધા ઇજિપ્ત પહોંચી ગયા છે. પીએમ મોદી ઇજિપ્તની તેમની એક દિવસીય સરકારી મુલાકાત પૂર્ણ કર્યા બાદ આજે ભારત જવા રવાના થશે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો