Philippines Typhoon Rai Latest Update: ફિલિપાઈન્સમાં વર્ષના સૌથી શક્તિશાળી વાવાઝોડા રાઈએ ભારે તબાહી મચાવી છે. જેના કારણે અત્યાર સુધીમાં 208 લોકોના મોત થયા છે. ઓછામાં ઓછા 239 લોકો ઘાયલ છે અને 52 ગુમ છે (Storm in Philippines). પોલીસે જણાવ્યું હતું કે હરિકેન રાયએ દ્વીપસમૂહના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં તબાહી મચાવી છે. ગુરુવારે વાવાઝોડું ત્રાટક્યા બાદ 300,000 થી વધુ લોકોએ તેમના ઘર છોડવા પડ્યા હતા. તેમજ દરિયા કિનારે આવેલા રિસોર્ટને પણ ખાલી કરાવવામાં આવ્યા છે. ફિલિપાઈન્સ રેડ ક્રોસે કહ્યું છે કે, દરિયાકાંઠાના વિસ્તારો સંપૂર્ણપણે નિર્જન થઈ ગયા છે.
અગાઉ, રેડ ક્રોસના પ્રમુખ રિચાર્ડ ગોર્ડને કહ્યું હતું કે, ‘મકાનો, હોસ્પિટલો, શાળાઓ અને સમુદાયની ઇમારતો ખરાબ રીતે વિખેરાઈ ગઈ હતી.’ લાકડાના મકાનો તુટી ગયા હતા અને ગામડાઓ પૂરમાં આવી ગયા હતા. હરિકેન રાયની સરખામણી વર્ષ 2013ના હરિકેન હૈયાન સાથે કરવામાં આવી રહી છે. ફિલિપાઈન્સમાં યોલાન્ડા નામના હૈયાનને દેશનું સૌથી શક્તિશાળી અને ખતરનાક તોફાન માનવામાં આવે છે. જેમાં 7,300 થી વધુ લોકો મૃત્યુ પામ્યા અથવા ગુમ થયા.
મહત્વનું છે કે ઘટનાને લઈ રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટેર્ટે શનિવારે પ્રદેશનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું અને બે બિલિયન પેસો ($40 મિલિયન) સહાયનું વચન આપ્યું હતું. વાવાઝોડા દરમિયાન 195 કિલોમીટર પ્રતિ કલાકથી 270 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનને કારણે ભારે નુકસાન થયું હતું (Typhoon Rai Death Toll). તોફાન બાદ 227 શહેરો અને નગરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
પ્રાંતીય ગવર્નર આર્થર યેપે તેમના સત્તાવાર ફેસબુક પેજ પર જણાવ્યું હતું કે, આ વખતે સૌથી વધુ અસરગ્રસ્ત ટાપુઓમાંનો એક બોહોલ છે. જે તેના બીચ માટે જાણીતું છે. અહીં ઓછામાં ઓછા 74 લોકોના મોત થયા છે. સિરગાઓ, દિનાગત અને મિંડાનાઓ ટાપુઓ પર પણ વ્યાપક વિનાશ થયો છે. પ્રાંતીય માહિતી અધિકારી જેફરી ક્રિસોસ્ટોમોએ રવિવારે એએફપીને જણાવ્યું કે દિનાગત ટાપુઓમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો: NCL Recruitment 2021: આવતીકાલે એપ્રેન્ટિસની જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ, 1295 જગ્યાઓ પર ભરતી થશે
આ પણ વાંચો: Youngest UPSC Toppers: દેશના 5 સૌથી યુવા IAS ઓફિસર, જાણો આ UPSC ટોપર વિશે
Published On - 12:44 pm, Mon, 20 December 21