અહીં ચોકલેટ કરતા પેટ્રોલ સસ્તુ છે ! 1 લીટર પેટ્રોલની કિંમત માત્ર 21 પૈસા

|

Jun 13, 2021 | 8:33 AM

પેટ્રોલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ ફક્ત 23 દિવસમાં જ 5.53 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે, સાથે જ ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 5.97 નો વધારો થયો છે.

અહીં ચોકલેટ કરતા પેટ્રોલ સસ્તુ છે ! 1 લીટર પેટ્રોલની કિંમત માત્ર 21 પૈસા
File Photo

Follow us on

ભારતમાં હાલ પેટ્રોલની (Petrol) કિંમતોમાં આગ લાગી છે. 4 મેથી પેટ્રોલના ભાવમાં (Petrol Price) સતત વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ ફક્ત 23 દિવસમાં જ 5.53 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે, સાથે જ ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 5.97 નો વધારો થયો છે. આવી સ્થિતિમાં, જો અમે તમને તે દેશો વિશે કહીશું જ્યાં પેટ્રોલ સૌથી સસ્તુ છે. દુનિયાના એવા દેશ વિશે જણાવીએ જ્યાં પેટ્રોલની કિંમત એક રૂપિયાથી ઓછી છે.

પેટ્રોલ માત્ર 21 પૈસા પ્રતિ લીટર

વેનેઝુએલા વિશ્વનો એ દેશ છે જ્યાં તમે ભારતીય ચલણમાં માત્ર 21 પૈસા આપીને એક લિટર પેટ્રોલ (Petrol) ખરીદી શકો છો. વેબસાઇટ www.globalpetrolprices.com અનુસાર વેનેઝુએલામાં પેટ્રોલની કિંમત 0.02 ડોલર છે. વેનેઝુએલાના ચલણમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 5000 બોલિવર છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જો તમે ભારતીય રૂપિયામાં 0.02 ની ગણતરી કરો છો, તો આ કિંમત ફક્ત 1.45 રૂપિયા આવે છે. પરંતુ જો આપણે ભારતીય ચલણની તુલના વોલિવિયન બોલિવર સાથે કરીએ, તો આ કિંમત પ્રતિ લિટરમાં માત્ર 21 પૈસા છે. હાલ 23733.95 બોલીવર બરાબર એક ભારતીય રૂપિયો છે.

વેનેઝુએલામાં પેટ્રોલનો ભાવ હાલ વિશ્વમાં સૌથી નીચો છે. વેનેઝુએલામાં, પેટ્રોલની કિંમત ઘણી વખત પાણીની બોટલની કિંમત કરતા ઓછી હોય છે. વેનેઝુએલા એક સમયે ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. દક્ષિણ અમેરિકાના ઉત્તરમાં સ્થાયી થયેલા આ દેશનું નામ આવતાની સાથે જ તે દેશની તસવીર લોકોના મનમાં આવી જતી, જે ક્રૂડ ઓઈલની નિકાસમાં ટોચ પર છે.

હાલ આ દેશની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. કુદરતી સંસાધનોથી સંપન્ન હોવા છતાં, આજે આ દેશના મોટા ભાગના લોકો ભૂખમરીનો સામનો કરી રહ્યા છે.

ઈરાન અને કુવૈતમાં પણ કિંમત ઓછી છે

સસ્તા પેટ્રોલ વેચવામાં વેનેઝુએલા પછી ઇરાન આવે છે. ઈરાનમાં પેટ્રોલ 4.49 પૈસા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. તે પછી અંગોલા આવે છે જ્યાં પેટ્રોલ લિટર દીઠ 17.82 રૂપિયા પર વેચાઇ રહ્યું છે. સસ્તા પેટ્રોલ વેચવાના મામલે અલ્જીરિયા ચોથા નંબર પર છે. હાલમાં અહીં પેટ્રોલ 25.15 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. સસ્તા પેટ્રોલના વેચાણમાં કુવૈત પાંચમા ક્રમે છે અને હાલમાં અહીં પ્રતિ લિટર 25.25 રૂપિયા પર વેચાય છે.

Next Article