
બ્રિટનમાં ટૂંક સમયમાં જ રસ્તાઓ પર તંબુઓમાં રહેતા લોકો પર પ્રતિબંધ લાગી શકે છે. આ અંગે બ્રિટનના ગૃહપ્રધાન સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે તેઓ જાહેર રસ્તાઓ પર તંબુ લગાવીને બેઘર લોકોના કારણે થતા ઉપદ્રવ અને સંકટને રોકવા માંગે છે. તંબુઓમાં રહેતા લોકો સાથે અકસ્માત અને લૂંટના બનાવો બનતા રહે છે.
બ્રિટનના ગૃહ સચિવ સુએલા બ્રેવરમેને શનિવારે જણાવ્યું હતું કે તે બેઘર લોકો જે તંબુનો ઉપયોગ કરી રહ્યા છે. જેને મર્યાદિત કરવા માટે નવા કાયદાની દરખાસ્ત કરશે. તેમણે ટ્વીટ કર્યું છે કે, અમે દેશના રસ્તાઓ પર તંબુ લગાવીને રહેતા લોકોને કબજો કરવાની મંજૂરી આપી શકીએ નહીં, આમાં ઘણા વિદેશથી પણ આવ્યા છે અને રસ્તાઓ પર રહેવાને તેમણે જીવનશૈલી બનાવી લીધી છે.
બ્રેવરમેને કહ્યું હતું કે જો સરકાર કાર્યવાહી નહીં કરે, તો દેશના ઘણા શહેરોની યુ.એસ.ના સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલસ જેવી હાલત થશે. જ્યાં નબળી નીતિઓને કારણે ગુના, ડ્રગ્સનો દુરુપયોગ અને ગંદકીમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે જે લોકો આરામથી રહેવા માંગે છે તેમના માટે વિકલ્પો છે.
આ પણ વાંચો સ્વીડનના માલમો શહેરમાં ઈઝરાયલનો ફ્લેગ સળગાવવાનો કરવામાં આવ્યો વિરોધ , વીડિયો થયો વાયરલ
The British people are compassionate. We will always support those who are genuinely homeless. But we cannot allow our streets to be taken over by rows of tents occupied by people, many of them from abroad, living on the streets as a lifestyle choice. 1/4 https://t.co/fT1Ou5kD5Q
— Suella Braverman MP (@SuellaBraverman) November 4, 2023
તેમણે વધુમાં કહ્યું કે આ બધું બંધ થવું જોઈએ અને આ માટે કાયદાનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે આ તે લોકો છે જે જાહેર સ્થળોએ ટેન્ટ લગાવીને ભીખ માંગે છે. ચોરી કરે છે, ડ્રગ્સનું સેનવ કરે છે, ગમે ત્યાં કચરો નાખીને અન્ય લોકોને હેરાન કરે છે. બ્રેવરમેને જણાવ્યું હતું કે નવા પ્રસ્તાવની રૂપરેખા ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો