આપણે સૌ ફ્લેટ, ઘર અથવા ઈલેક્ટ્રોનિક આઈટમ જેવી વસ્તુઓ ભાડે આપવા અથવા તો લેવા વિશે સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે જાણો છો કે માણસો પણ ભાડે (hiring fake guests) પર ઉપલબ્ધ છે. આ વાત તમને અજીબ લાગશે, પરંતુ આ વાત સો ટકા સાચી છે. ખરેખર, એક એવો દેશ છે જ્યાં લગ્ન માટે પૈસા ચૂકવીને ભાડે મહેમાનોને બોલાવવામાં આવે છે. આ દેશમાં ઘણી એજન્સીઓ છે. જે ખાસ કરીને આ કામ માટે બનાવવામાં આવી છે.
દક્ષિણ કોરિયા દેશની વાત કરવામાં આવી રહી છે. જ્યાં વધુને વધુ લોકોને લગ્નની પાર્ટીમાં આમંત્રણ આપવું સમાજમાં તેમની લોકપ્રિયતાનો પુરાવો માનવામાં આવે છે. અહીંના લોકો પોતાના સોશિયલ સર્કલને મોટું કરવા માટે પૈસા ચૂકવીને મહેમાનોને ખરીદવામાં અચકાતા નથી. એટલું જ નહીં, તમને જાણીને આશ્ચર્ય થશે કે મહેમાનોને ભાડે આપવા માટે આ દેશમાં એજન્સીઓ પણ ચલાવવામાં આવે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દક્ષિણ કોરિયામાં એવી ઘણી એજન્સીઓ છે. જે પૈસા લઈને નકલી લગ્નના મહેમાનની વ્યવસ્થા કરે છે. આ લોકોને આ માટે ખાસ તાલીમ આપવામાં આવે છે. તેઓ લગ્નમાં એવી એક્ટિંગ કરે છે કે સામેની વ્યક્તિ તેમને પરિવારના નજીકના સંબંધીઓ માને છે. દક્ષિણ કોરિયામાં હેજેક ફ્રેન્ડ્સ જેવી ઘણી એજન્સીઓ છે, જે નકલી મહેમાનો પૂરા પાડે છે. રિપોર્ટ અનુસાર, કોરોનાના સમયગાળા દરમિયાન આ વ્યવસાય અટકી ગયો હતો. પરંતુ હવે તે ફરી શરૂ થયું છે.
નકલી મહેમાનો ચલાવતી એજન્સીઓ કહે છે કે કોરોનામહામારીમાં પ્રતિબંધોને કારણે 99થી વધુ મહેમાનો પર પ્રતિબંધ હતો. પરંતુ હવે આ સંખ્યા વધારીને 250 કરવામાં આવી છે. પ્રતિબંધો સમાપ્ત થયા બાદ હવે આ એજન્સીઓને ડબલ કોલ મળી રહ્યા છે. જો કે, આ મહેમાનોની હાયરિંગમાં વેક્સીનેટેડ હોવાની શરત ઉમેરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગેસ્ટનું ભાડું 20 ડોલર નક્કી કરવામાં આવ્યું છે. મતલબ, ભારતીય ચલણ અનુસાર, તમારે નકલી મહેમાન માટે 1500 રૂપિયા ખર્ચવા પડશે. દક્ષિણ કોરિયામાં લોકો લગ્નમાં 20-25 નકલી મહેમાનોને બોલાવે છે.
આ પણ વાંચો : Corona in china : ચીનમાં ડેલ્ટા વેરિઅન્ટે વધારી ચિંતા, હોટસ્પોટ બનેલા વિસ્તારમાં લોકડાઉન તો પર્યટક સ્થળો પર પાબંધી