Russia Ukraine War: પોતાના તૂટેલા ઘરોમાંથી કાટમાળ ભેગો કરી રહ્યા છે લોકો, વીડિયો જોઈ આંખો થઈ જશે ભીની

|

Feb 27, 2022 | 12:28 PM

આ દર્દનાક વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં એક અદ્ભુત વાત લખી છે, જેને સમજવાની જરૂર છે.

Russia Ukraine War: પોતાના તૂટેલા ઘરોમાંથી કાટમાળ ભેગો કરી રહ્યા છે લોકો, વીડિયો જોઈ આંખો થઈ જશે ભીની
People are collecting the debris of their homes in Ukraine

Follow us on

રશિયા અને યુક્રેન (Russia Ukraine War) વચ્ચે છેલ્લા 4 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં બંને તરફથી હજારો સૈનિકો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને યુક્રેનની હાલત ખૂબ જ ખરાબ છે. અહીં રશિયન સેના જગ્યાએ જગ્યાએ મિસાઈલ છોડી રહી છે, જેનાથી લોકોના ઘર બરબાદ થઈ રહ્યા છે. બે દેશોની લડાઈમાં ગરીબ નાગરિકો જીવાતની જેમ કચડાઈ રહ્યા છે. રશિયન સેના યુક્રેનમાં ઊંડે સુધી ઘૂસી ગઈ છે અને શહેરોમાં તબાહી મચાવી રહી છે. રહેણાંક ઈમારતો પર મિસાઈલ છોડવામાં આવી રહી છે, જેના કારણે ઈમારતો જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે.

આવી સ્થિતિમાં યુક્રેનથી એક ખૂબ જ દર્દનાક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો રહેણાંક ઈમારતોની બહાર પોતાના ઘરનો કાટમાળ ભેગો કરતા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ દિલ તોડી નાખે છે, કેવી રીતે લોકોએ પૈસા ભેગા કરીને પોતાનું ઘર બનાવ્યું હશે અને તે એક જ ઝટકામાં નાશ પામ્યું અને આમાં તેમની કોઈ ભૂલ પણ નથી.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

વીડિયોમાં તમે જોઈ શકો છો કે મિસાઈલના કારણે બહુમાળી ઈમારતો જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે અને લોકો બહાર કાટમાળ એકઠો કરતા જોવા મળી રહ્યા છે. લાકડા અને લોખંડ ઉપાડીને વાહનોમાં રાખવામાં આવી રહ્યા છે. બાળકો મિસાઈલ હુમલામાં બચી ગયેલા ઝુલાઓ પર ઝૂલતા જોવા મળે છે. આ ખૂબ જ પીડાદાયક દૃશ્ય છે. જેમના ઘર કોઈ પણ ભૂલ વગર બરબાદ થઈ જાય છે તેમની પીડા તમે ભાગ્યે જ સમજી શકો.

આ દર્દનાક વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે ‘જ્યાં મિસાઈલ પડી ત્યાં લોકો હવે પોતાના ઘરનો કાટમાળ ભેગો કરી રહ્યા છે, બાળકો નજીકના ઝુલા ઝૂલી રહ્યા છે. બાળકો પર યુદ્ધની ઘણી અસર થાય છે. હું ઈચ્છું છું કે કોઈ બાળકને યુદ્ધનો દિવસ ન જોવો પડે અને તમામ મુદ્દાઓનો શાંતિપૂર્ણ ઉકેલ આવે.

 

45 સેકન્ડનો આ વીડિયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે, જ્યારે લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું, ‘દુર્ભાગ્યે લાખો બાળકો માટે યુદ્ધની ભયાનકતા એ સામાન્ય ઈકો-સિસ્ટમ છે, કારણ કે તેઓએ આ સિવાય બીજું કંઈ જોયું નથી’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે આ એક હૃદયદ્રાવક વીડિયો છે.

આ પણ વાંચો – Russia Ukraine War: રશિયાએ યુક્રેનના ખારકિવ શહેરમાં ગેસ પાઈપલાઈન ઉડાવી દીધી, યુદ્ધ વચ્ચે મોટી આફત સર્જાવવાની ભીતિ

આ પણ વાંચો – Russia Ukraine War: ટ્રમ્પના બાઈડેન અને ઓબામા પર આકરા શાબ્દિક પ્રહારો, કહ્યું- ‘હું ત્યાં હોત તો યુદ્ધ ન થયું હોત’

Next Article