Pakistan: PM મોદીના અભિનંદન પર શાહબાઝ શરીફે આપ્યો જવાબ, કાશ્મીરનો ઉલ્લેખ કરીને કહ્યું- પાકિસ્તાન ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે

|

Apr 12, 2022 | 3:21 PM

પાકિસ્તાનના નવા વડા પ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના અભિનંદન સંદેશ માટે આભાર માનતા કહ્યું કે, તેમનો દેશ ભારત સાથે (Pakistan to India) સારા સંબંધો ઇચ્છે છે. આ સાથે જ તેમણે કાશ્મીર મુદ્દાના ઉકેલની વાત કરી હતી. શરીફે પીએમ મોદીના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું, 'અભિનંદન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર.

Pakistan: PM મોદીના અભિનંદન પર શાહબાઝ શરીફે આપ્યો જવાબ, કાશ્મીરનો ઉલ્લેખ કરીને કહ્યું- પાકિસ્તાન ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે
Shahbaz Sharif thanks PM Modi

Follow us on

પાકિસ્તાનના નવા વડા પ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના અભિનંદન સંદેશ માટે આભાર માનતા કહ્યું કે, તેમનો દેશ ભારત સાથે (Pakistan to India) સારા સંબંધો ઇચ્છે છે. આ સાથે જ તેમણે કાશ્મીર મુદ્દાના ઉકેલની વાત કરી હતી. શરીફે (Pakistan PM Shehbaz Sharif) પીએમ મોદીના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું, ‘અભિનંદન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ અને સહયોગી સંબંધો ઈચ્છે છે. જમ્મુ-કાશ્મીર સહિત અન્ય પેન્ડિંગ વિવાદોનું શાંતિપૂર્ણ નિરાકરણ પણ જરૂરી છે. આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાનના બલિદાન વિશે સૌ કોઈ જાણે છે. આવો આપણે શાંતિ જાળવીએ અને આપણા લોકોના સામાજિક અને આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાહબાઝ શરીફને પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા હતા. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘H.E. Mian Mohammad Shahbaz શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાવા પર અભિનંદન. ભારત આતંકવાદ મુક્ત પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે, જેથી આપણે આપણા વિકાસના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને આપણા લોકોની સુખાકારી અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકીએ. તેમણે કહ્યું હતું કે, અમે ભારત સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ પરંતુ જ્યાં સુધી કાશ્મીર સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી આવું કરવું શક્ય નથી.

શાહબાઝ નવાઝ શરીફના નાના ભાઈ છે

શાહબાઝ શરીફ પાકિસ્તાનના ત્રણ વખતના વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ છે. આ સાથે તેમણે પીએમ મોદીને કાશ્મીર મુદ્દાના ઉકેલ સાથે આગળ આવવા કહ્યું, જેથી બંને દેશો ગરીબી, બેરોજગારી, દવાઓની અછત અને બંને તરફના અન્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

સત્તા સંભાળ્યા બાદ શાહબાઝ શરીફ માટે આસાન નહીં હોય સફર

શાહબાઝ શરીફે  (Shehbaz Sharif) પાકિસ્તાનના 23માં વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. રવિવારે નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવમાં ઈમરાન ખાનને  મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની કમાન હવે પૂર્વ પીએમ નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફના હાથમાં આવી ગઈ છે. હાલમાં PM પદ સંભાળવા જઈ રહેલા શાહબાઝ માટે સફ બહુ સરળ નથી. તેમની સામે કેટલાક પડકારો છે. હવે અમે તમને તે 5 મોટા પડકારો વિશે જણાવીએ જેને પાર કરવો શાહબાઝ માટે ખૂબ જ મુશ્કેલ હશે.

શાહબાઝ શરીફે જે સૌથી મોટો નિર્ણય લેવાનો છે તે છે આગામી આર્મી ચીફની નિમણૂક. આ ઈમરાન ખાન અને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા વચ્ચેના મુકાબલોનો મુખ્ય વિષય હતો કે બંનેમાંથી કોણ ટૂંક સમયમાં નિવૃત્ત થશે. ઈમરાન ખાને કથિત રીતે પૂર્વ આઈએસઆઈ ચીફ ફૈઝ હમીદને ટેકો આપ્યો હતો જ્યારે જનરલ બાજવાએ આ પગલાનો વિરોધ કર્યો હતો. શાહબાઝ શરીફે તેમની સરકાર સરળતાથી ચાલે તેની ખાતરી કરવા માટે અત્યંત સાવધાની સાથે માર્ગ પર ચાલવું પડશે.

આ પણ વાંચો: IIT JAM 2022: IITના માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે JAM 2022 ફોર્મ બહાર પાડવામાં આવ્યું, જુઓ સંપૂર્ણ સમયપત્રક

આ પણ વાંચો: KVS Admission 2022: દિલ્હી હાઈકોર્ટે KVSમાં પ્રવેશની વય મર્યાદાને પડકારતી અરજીને ફગાવી દીધી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Published On - 3:19 pm, Tue, 12 April 22

Next Article