Pakistan Rains: પાકિસ્તાનમાં ભારે વરસાદે તબાહી મચાવી, અત્યાર સુધીમાં 25ના મોત અને 145 ઘાયલ

વરિષ્ઠ બચાવ અધિકારી ખતીર અહેમદે જણાવ્યું કે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ, લક્કી મારવત અને કરક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને લોકોને જાન-માલની નુકસાની થઇ છે.

Pakistan Rains: પાકિસ્તાનમાં ભારે વરસાદે તબાહી મચાવી, અત્યાર સુધીમાં 25ના મોત અને 145 ઘાયલ
Pakistan
| Edited By: | Updated on: Jun 11, 2023 | 9:56 AM

Pakistan Rains: પાકિસ્તાનમાં શનિવારે મુશળધાર વરસાદને કારણે 25 લોકોના મોત થયા છે જ્યારે 145થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ન્યૂઝ એજન્સી એપી અનુસાર અધિકારીઓએ આ અંગે જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું કે આ ભારે વરસાદને કારણે ત્યાંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો :Pakistan: બધુ કામ છોડી ચીન માટે ગધેડા પાળે છે પાકિસ્તાન, જાણો કારણ

તેમણે જણાવ્યું કે વરસાદના કારણે ઘણા મકાનો ધરાશાયી થયા છે. વરિષ્ઠ બચાવ અધિકારી ખતીર અહેમદે જણાવ્યું કે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ, લક્કી મારવત અને કરક જિલ્લામાં ભારે વરસાદ થયો છે. આ સાથે અહીં કરા પણ પડ્યા હતા. તેમણે કહ્યું કે સતત ભારે વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. અનેક વીજ થાંભલા પડી ગયા હતા.અધિકારીઓ ઘાયલોને તાત્કાલિક રાહત આપવા માટે કામ કરી રહ્યા છે.

બચાવ કામગીરી ચાલુ, પીએમ શાહબાઝે દુઃખ વ્યક્ત કર્યું

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે શનિવારે વરસાદને કારણે થયેલા જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓને રાહત કામગીરી ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. વરસાદને જોતા પાકિસ્તાન સેના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સતત બચાવી રહી છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ગયા વર્ષે 1700થી વધુ લોકોના મોત થયા હતા

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ વરસાદ અને પૂરે પાકિસ્તાનમાં તબાહી મચાવી હતી. 1700 થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હતા. વરસાદ અને પૂરથી 33 મિલિયન લોકો પ્રભાવિત થયા હતા. તે જ સમયે, 8 મિલિયન લોકો વિસ્થાપિત થયા હતા. લાખો લોકો બેઘર બન્યા હતા. આ વર્ષે પણ આવી જ સ્થિતિ શરૂ થઈ છે. એક તો પાકિસ્તાનની આર્થિક હાલત ગમે તેમ કરીને દયનીય છે અને તેના ઉપર આ વરસાદ.

પીએમ શાહબાઝે ચક્રવાત બિપરજોયને લઈને આ સૂચનાઓ આપી હતી

વડાપ્રધાન શાહબાઝે અધિકારીઓને અરબી સમુદ્રમાં આવતા ચક્રવાત બિપરજોય પહેલા કટોકટીના પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાનની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે ચક્રવાતી તોફાનને જોતા 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ તોફાન 15 જૂન સુધીમાં પાકિસ્તાન પહોંચે તેવી શક્યતા છે.