Pakistan : હંમેશા નેગેટિવ રહેતા Imran Khan રહ્યા “પોઝિટવ”, ભારત સહિત વિશ્વએ સ્વીકારી વાત

|

Mar 20, 2021 | 4:08 PM

Pakistanના વડા પ્રધાન Imran Khan પાછળ કદાચ પહેલી વાર "Positive" શબ્દો લાગ્યો હશે અને સમગ્ર દુનિયાએ સહર્ષ સ્વીકારી પણ લીધો છે

Pakistan : હંમેશા નેગેટિવ રહેતા Imran Khan રહ્યા પોઝિટવ, ભારત સહિત વિશ્વએ સ્વીકારી વાત

Follow us on

Pakistanના વડા પ્રધાન Imran Khan પાછળ કદાચ પહેલી વાર “Positive” શબ્દો લાગ્યો હશે અને સમગ્ર દુનિયાએ સહર્ષ સ્વીકારી પણ લીધો છે.કારણ કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ગુરુવારે તેને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ પણ લીધો હતો. ઇમરાન ખાન કોરોના પોઝિટિવ આવ્યા પછી ઘરમાં આઇસોલેટ થઈ ગયા છે. તાજેતરમાં પાકિસ્તાનને ચીન તરફથી લગભગ પાંચ લાખ રસીના ડોઝ મળ્યા છે. આ પછી વડા પ્રધાન ઇમરાન ખાનને રસી અપાઇ. જોકે, ઇમરાન ખાનને હાલમાં જ  પહેલો ડોઝ લીધો હતો.  કોરોનાથી બચવા માટે બે ડોઝ લેવા જરૂરી છે. રસી મળ્યા બાદ ઇમરાન ખાને તેના દેશના લોકોને રોગચાળાના કેસોમાં થયેલા વધારાને રોકવા માટે નિયમોનું પાલન કરવાની વિનંતી કરી હતી. ખાનની કાર્યાલયે ટ્વીટ કર્યું છે કે વડા પ્રધાન ઇમરાન ખાનને રસી આપવામાં આવી હતી. આ પ્રસંગે, તેમણે દેશના લોકોને રોગચાળાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને માનક ઓપરેટિંગ પ્રક્રિયાના સંપૂર્ણ અમલીકરણની ખાતરી કરવા વિનંતી કરી હતી.

Pakistan PM Imran Khan tests positive for coronavirus days after taking Chinese vaccine dose

પાકિસ્તાનમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. પાકિસ્તાનમાં આ વર્ષે શનિવારે એક જ દિવસમાં કોરોના વાયરસના ચેપના સૌથી વધુ 3876 નવા કેસ નોંધાયા છે, જ્યારે દેશના કોરોના કેસના દરમાં 9.4 ટકાનો વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 623,135 લોકો વાયરસ. છેલ્લા 24 કલાક દરમિયાન 40 દર્દીઓનાં મોત બાદ મૃત્યુની સંખ્યા વધીને 13,799 થઈ ગઈ છે. મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કુલ 579,760 લોકો ચેપમાંથી સાજા થયા છે. 2,122 દર્દીઓની હાલત ગંભીર છે.

Published On - 4:08 pm, Sat, 20 March 21

Next Article