આજે પાકિસ્તાન (Pakistan) સંસદમાં ઈમરાન ખાન (Imran Khan) વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવાયો હતો, આ સાથે 25 એપ્રિલ સુધી સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.ત્યારે હવે મળતી માહિતી મુજબ પાકિસ્તાનની સંસદ ભંગ કરવામાં આવી છે, તેથી ઇમરાન ખાન કાર્યકારી વડાપ્રધાન તરીકે કાર્યરત રહેશે.પાકિસ્તાનમાં આકાર પામેલી રાજકીય ઘટના અંગે પાકિસ્તાનના સૈન્ય દ્વારા નિવેદન કરવામાં આવે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર બહુપ્રતીક્ષિત મતદાન રવિવારે ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યું હતું. આજે એક મહત્વપૂર્ણ નેશનલ એસેમ્બલી સત્ર થવાની ધારણા હતી, પરંતુ તેના બદલે તે શરૂ થયાની થોડી મિનિટો પછી તેને રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ વિપક્ષે અયાઝ સાદિકને સ્પીકરની ખુરશી પર બેસાડી દીધા છે.
વિપક્ષની ફરિયાદ બાદ સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરી હતીઅવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વિપક્ષની ફરિયાદ બાદ સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરી છે. સાથે જ ઈમરાન ખાને ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યું છે.
અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વિપક્ષની ફરિયાદ બાદ સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરી છે. સાથે જ ઈમરાન ખાને ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યું છે.
સંયુક્ત વિપક્ષે 8 માર્ચે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. આ ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે ઈમરાન ખાનની સરકારની નીતિઓને કારણે દેશમાં મોંઘવારી વધી છે અને સરકારની આર્થિક નીતિઓ ખરાબ છે.
Imran Khan calls for fresh election after no confidence motion against him rejected in Pak assembly#ImranKhanPrimeMinister #PakistanPoliticalCrisis #NoConfidenceMotion #TV9News pic.twitter.com/TaJAAaqHWK
— Tv9 Gujarati (@tv9gujarati) April 3, 2022
ઈમરાન ખાનને સરકારમાંથી હાંકી કાઢવા માટે વિપક્ષને નીચલા ગૃહમાં 342માંથી 172 સભ્યોના સમર્થનની જરૂર હતી. જ્યારે વિપક્ષે દાવો કર્યો છે કે તેમની પાસે 177 સભ્યોનું સમર્થન છે.
સંસદ ભંગ થયા પછી પણ ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન રહેશે. તમને જણાવી દઈએ કે હવે થોડા સમય પછી પાકિસ્તાન સેના આ મામલે પોતાનું નિવેદન જાહેર કરવા જઈ રહી છે.
ઇમરાન ખાન વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રદ કરવા પર વિપક્ષે સુપ્રિમ કોર્ટ જવાનો નિર્ણય લિધો છે, વિપક્ષે સુપ્રિમ કોર્ટથી સંવિધાન બચાવા ગુહાર લગાવી છે. વિપક્ષે તરફ સંસદ ભંગ કરવાનો અધિકાર નથી
Published On - 2:19 pm, Sun, 3 April 22