મોટો ખુલાસો : પાકિસ્તાનનો આતંકી ચહેરો ફરી બેનકાબ, કાર્યવાહીના ડ્રામા પહેલા પાકિસ્તાની સેનાનું કાવતરું, મસૂદ અઝહર સહિત 6 ટૉપ જૈશ કમાંડરોને સલામત સ્થળે છુપાવી દીધા

પાકિસ્તાનનો આતંકી ચહેરો ફરી એક વાર બનેકાબ થયો છે. ભારતીય ગુપ્તચર એજંસીઓને મળેલા ઇનપુટ મુજબ પાકિસ્તાને આતંકીઓને સલામત સ્થળે છુપાવી દીધા છે. TV9 Gujarati   ઇનપુટ્સ મુજબ પાકિસ્તાને આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ (JEM)ના વડામથક (HEADEQUARTER)ને નિયંત્રણમાં લેતા પહેલા મોટા ષડ્યંત્રને અંજામ આપ્યો છે. પાકિસ્તાની સેનાએ પુલવામા આતંકી હુમલાની જવાબદારી લેનાર જેઈએમના ચીફ આતંકવાદી મૌલાના […]

મોટો ખુલાસો : પાકિસ્તાનનો આતંકી ચહેરો ફરી બેનકાબ, કાર્યવાહીના ડ્રામા પહેલા પાકિસ્તાની સેનાનું કાવતરું, મસૂદ અઝહર સહિત 6 ટૉપ જૈશ કમાંડરોને સલામત સ્થળે છુપાવી દીધા
| Updated on: Feb 23, 2019 | 5:15 AM

પાકિસ્તાનનો આતંકી ચહેરો ફરી એક વાર બનેકાબ થયો છે. ભારતીય ગુપ્તચર એજંસીઓને મળેલા ઇનપુટ મુજબ પાકિસ્તાને આતંકીઓને સલામત સ્થળે છુપાવી દીધા છે.

TV9 Gujarati

 

ઇનપુટ્સ મુજબ પાકિસ્તાને આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ (JEM)ના વડામથક (HEADEQUARTER)ને નિયંત્રણમાં લેતા પહેલા મોટા ષડ્યંત્રને અંજામ આપ્યો છે. પાકિસ્તાની સેનાએ પુલવામા આતંકી હુમલાની જવાબદારી લેનાર જેઈએમના ચીફ આતંકવાદી મૌલાના મસૂદ અઝહર સહિત જૈશના 6 ટૉપ કમાંડરોને સલામત સ્થળે છુપાવી દીધા છે. ગુપ્તચર એજંસીઓના જણાવ્યા મુજબ પાકિસ્તાની સેનાએ મસૂદ અઝહરને ISIના સેફ હાઉસમાં છુપાવ્યો છે.

નોંધનીય છે કે ભારતની કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાને દુનિયાની આંખોમાં ધૂળ નાખવા માટે જૈશ સામે કાર્યવાહી શરુ કરી હતી અને બહાવલપુર ખાતે આવેલ જૈશના વડામથકને સરકારના નિયંત્રણમાં લીધુ હતું. પંજાબ સરકારે જૈશના વડામથકને પોતાના નિયંત્રણમાં લેવાની કાર્યવાહી કરી હતી, પરંતુ આ બધુ ડ્રામાથી વધુ કંઈ નહોતું, કારણ કે વડામથકને કંટ્રોલમાં લેતા પહેલા મસૂદ સહિત 6 ટૉપ કમાંડરોને છુપાવી દેવામાં આવ્યા.

[yop_poll id=1715]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us