Pakistan સરકાર રાજ કપૂર-દિલીપ કુમારના ઘર ખરીદશે, જાણો કેટલી કિંમત થઇ મંજૂર ?

|

Jan 03, 2021 | 4:38 PM

પાકિસ્તાનની (PAKISTAN) ખૈબર પખ્તૂનખ્વા સરકારે, (KHAIBAR PAKHTUNVA) પેશાવરમાં (PESHAWAR)  શહેરની વચ્ચે આવેલા બોલિવુડના (BOLLIWOOD) અભિનેતા રાજ કપૂર (RAJ KAPOOR) અને દિલીપ કુમારના (DILIP KUMAR) પૈતૃક ઘરોને ખરીદવા માટે 2.35 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને આ ઘરોને રાષ્ટ્રીય ધરોહર જાહેર કર્યા છે, ખૈબર પખ્તૂનખ્વા સરકારના મુખ્યમંત્રી મહેમુદ ખાને ઔપચારિક રીતે પ્રસ્તાવને મંજૂરી આપતા અધિકારીઓને આ હવેલીઓ […]

Pakistan સરકાર રાજ કપૂર-દિલીપ કુમારના ઘર ખરીદશે, જાણો કેટલી કિંમત થઇ મંજૂર ?

Follow us on

પાકિસ્તાનની (PAKISTAN) ખૈબર પખ્તૂનખ્વા સરકારે, (KHAIBAR PAKHTUNVA) પેશાવરમાં (PESHAWAR)  શહેરની વચ્ચે આવેલા બોલિવુડના (BOLLIWOOD) અભિનેતા રાજ કપૂર (RAJ KAPOOR) અને દિલીપ કુમારના (DILIP KUMAR) પૈતૃક ઘરોને ખરીદવા માટે 2.35 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને આ ઘરોને રાષ્ટ્રીય ધરોહર જાહેર કર્યા છે, ખૈબર પખ્તૂનખ્વા સરકારના મુખ્યમંત્રી મહેમુદ ખાને ઔપચારિક રીતે પ્રસ્તાવને મંજૂરી આપતા અધિકારીઓને આ હવેલીઓ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે.

આ હવેલીઓને એ કિંમતે ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે જેને થોડા અઠવાડિયા પહેલા ખૈબર પખ્તુનખ્વાના કોમ્યુનિકેશન્સ એન્ડ કન્સ્ટ્રકશન ડિપાર્ટમેન્ટે નક્કી કરી હતી. પેશાવરના ડેપ્યુટી કમિશનર મુહમ્મદ અલી અસગરએ દિલીપકુમારના 101 ચોરસ મીટરના મકાનની કિંમત રૂપિયા 80.56 લાખ નક્કી કરી છે, જ્યારે રાજ કપૂરના 151.75 ચોરસ મીટરના બંગલાની કિંમત 1.50 કરોડ રાખવામાં આવી છે, આ બંને હવેલીઓને ખરીદીને ખૈબર પખ્તુનખ્વાના પુરાતત્ત્વ વિભાગ, સંગ્રહાલયમાં ફેરવશે.

Next Article