Bomb blast: પાકિસ્તાનના બહાવલનગરમાં શિયા સમુદાયના જુલૂસમાં બોમ્બ બ્લાસ્ટ, 3ના મોત અનેક લોકો ઘાયલ

|

Aug 19, 2021 | 3:35 PM

પાકિસ્તાનના બહાવલનગરમાં શિયા સમુદાયના જુલૂસને નિશાન બનાવીને બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં લાંબા સમયથી શિયા સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે.

Bomb blast: પાકિસ્તાનના બહાવલનગરમાં શિયા સમુદાયના જુલૂસમાં બોમ્બ બ્લાસ્ટ, 3ના મોત અનેક લોકો ઘાયલ
pakistan bomb blast in punjab province bahawalnagar targeting shia procession

Follow us on

Bomb blast: પાકિસ્તાન (Pakistan)ના બહાવલનગરમાં શિયા સમુદાયના જુલૂસને નિશાન બનાવીને બોમ્બ  વિસ્ફોટ (Bomb blast) કરવામાં આવ્યો છે. પાકિસ્તાન (Pakistan)માં લાંબા સમયથી શિયા સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલનગરમાં શિયા સમુદાય (Shia community)ના સરઘસને નિશાન બનાવીને બોમ્બ બ્લાસ્ટ (Bomb blast)કરવામાં આવ્યો છે. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે ગુરુવારે મધ્ય પાકિસ્તાનમાં શિયા મુસ્લિમોના જુલૂસ દરમિયાન  બોમ્બ વિસ્ફોટ થયો હતો.

આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં પોલીસ (POLICE)અને એમ્બ્યુલન્સ વાહનો ઘટનાસ્થળ તરફ જતા જોઈ શકાય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પંજાબ પ્રાંતના પૂર્વ ભાગમાં શહેરના રસ્તાની બાજુમાં કેટલાક ઘાયલ લોકોને મદદની રાહ જોતા જોઈ શકાય છે. શહેર પોલીસ અધિકારી મોહમ્મદ અસદ અને શિયા નેતા ખાવર શફકતએ બોમ્બ ધડાકાની પુષ્ટિ કરી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, બ્લાસ્ટ બાદ શહેરમાં તણાવ વધી ગયો છે.

શિયા સમુદાયે (Shia community) હુમલાનો વિરોધ કર્યો છે અને બદલો લેવાની માંગ કરી છે. શફકતએ કહ્યું કે, વિસ્ફોટ ત્યારે થયો જ્યારે જુલૂસ મુહાજીર કોલોની નામના ગીચ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. તેમણે હુમલાની નિંદા કરી હતી અને જુલૂસને આવા જુલૂસમાં સુરક્ષા વધારવા વિનંતી કરી હતી. દેશના અન્ય ભાગોમાં પણ સરખા જુલૂસ નીકળી રહ્યા છે.

હુસૈનની યાદમાં અશોરા તહેવાર ઉજવવામાં આવે છે

આ વિસ્તારમાં સંચાર સેવાઓ ખોરવાઈ ગઈ હતી કારણ કે સત્તાવાળાઓએ શિયા અશોરા તહેવાર(Shiite Ashoura festival)ના એક દિવસ પહેલા દેશભરમાં મોબાઇલ ફોન સેવાઓ સ્થગિત કરી હતી. શિયા સમુદાય માટે હુસૈનને યાદ કરી ભાવાનાત્મક રુપથી તહેવાર મનાવવામાં આવે છે.ઇરાક(Iraq) સ્થિત કરબલા(Karbala)માં ઘણા લોકો તેમના મૃત્યુ પર રડતા જોવા મળે છે. આશુરા વિશ્વના વિવિધ દેશોમાં ઉજવવામાં આવે છે.

શિયા સમુદાયના લોકો પાકિસ્તાનમાં સુન્ની કટ્ટરવાદીઓના નિશાના પર રહે છે

સુન્ની બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં શિયા સમુદાય લઘુમતી છે. આ કારણોસર આ કટ્ટરવાદીઓ સુન્ની મુસ્લિમોના નિશાના પર રહે છે. શિયા સમુદાય ઉપરાંત, અહમદી અને કાદિયાની મુસ્લિમો પણ કટ્ટરવાદીઓના નિશાન છે.

કટ્ટરવાદીઓના દબાણ હેઠળ પાકિસ્તાન સરકારે કાયદો બનાવીને અહમદીઓને બિન-મુસ્લિમ જાહેર કર્યા છે. તે જ સમયે, ઉગ્રવાદીઓ દૈનિક ધોરણે શિયા મુસ્લિમો પર હુમલાઓ કરતા રહે છે. જ્યારે શિયાઓ મોહરમની આસપાસ તેમના શોક જુલૂસ નીકાળે છે, ત્યારે કટ્ટરવાદીઓ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ રહો છે. આ કારણે દેશમાં બે સમુદાયો વચ્ચે તણાવ પણ છે.

આ પણ વાંચો : Kiwi Hair Pack : લાંબા અને મુલાયમ વાળ માટે કિવી હેર પેક ટ્રાય કરો

 

Published On - 3:10 pm, Thu, 19 August 21

Next Article