Oxford Hindi Word: ઓક્સફર્ડ લેન્ગવેજીસે ‘આત્મનિર્ભરતા’ શબ્દને જાહેર કર્યો વર્ડ ઓફ ધ યર 2020

|

Feb 02, 2021 | 10:44 PM

ઓક્સફર્ડ લેન્ગવેજીસે પોતાના હિન્દી શબ્દોમાં વધુ એક શબ્દનો ઉમેર્યો છે, આ શબ્દ છે 'આત્મનિર્ભરતા'. આત્મનિર્ભરતા શબ્દનો પ્રયોગ ભારતમાં વડાપ્રધાન મોદીએ કોરોનાકાળમાં વિશેષ પેકેજ જાહેર કરતા સમયે કર્યો હતો

Oxford Hindi Word: ઓક્સફર્ડ લેન્ગવેજીસે આત્મનિર્ભરતા શબ્દને જાહેર કર્યો વર્ડ ઓફ ધ યર 2020

Follow us on

ઓક્સફર્ડ લેન્ગવેજીસે પોતાના હિન્દી શબ્દોમાં વધુ એક શબ્દનો ઉમેર્યો છે, આ શબ્દ છે ‘આત્મનિર્ભરતા’. આત્મનિર્ભરતા શબ્દનો પ્રયોગ ભારતમાં વડાપ્રધાન મોદીએ કોરોનાકાળમાં વિશેષ પેકેજ જાહેર કરતા સમયે કર્યો હતો અને પકેજને નામ આપ્યું હતું ‘આત્મનિર્ભર ભારત પેકેજ’. ત્યારબાદ આ શબ્દ ખુબ ચર્ચાયો અને ખુબ પ્રચલિત થયો. Oxfordએ આ ‘આત્મનિર્ભરતા’ શબ્દને વર્ડ ઓફ ધ યર 2020 જાહેર કર્યો છે. ઓક્સફર્ડ ડિક્ષનરી દર વર્ષે વર્ષનો સૌથી પ્રભાવશાળી શબ્દ જાહેર કરે છે. વર્ડ ઓફ ધ યરની આ કેટેગરીમાં આ વર્ષે ‘આત્મનિર્ભરતા’ શબ્દ ઉપર પસંદગી ઉતારવામાં આવી છે.

 

‘આત્મનિર્ભરતા’ શબ્દનો અર્થ

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

‘આત્મનિર્ભરતા’ આ શબ્દને છુટો પાડીએ તો એમાં બે શબ્દો છે. એક આત્મ એટલે પોતાનું અને બીજો છે નિર્ભરતા એટલે આધારિત હોવું. પોતાની જાતના આધારે રહેવું. સારી રીતે ગોઠવીએ તો આપણું કર્મ આપણી જાતે કરવું એ આત્મનિર્ભરતા છે. પૈસાથી માંડીને લાગણીઓ સુધી બીજા કોઈ પર આધારિત ન રહેવું એ જ ‘આત્મનિર્ભરતા’.

 

ભારતના સાર્વજનિક શબ્દકોષમાં ‘આત્મનિર્ભરતા’નો ઉપયોગ વધ્યો

ઓક્સફર્ડ લેન્ગવેજીસે એક નિવેદનમાં કહ્યું કે વડાપ્રધાન મોદીએ જ્યારે કોરોના મહામારીથી દેશને થયેલા આર્થિક નુકસાન સામે પેકેજ જાહેર કરતી વખતે તેમણે આ મહામારીથી દેશની અર્થવ્યવસ્થાને બચાવવા માટે અર્થવ્યવસ્થાના રૂપે, એક સમાજના રૂપે અને વ્યક્તિગત રીતે આત્મનિર્ભર બનવા પર ભાર મુક્યો હતો. વડાપ્રધાન મોદી દ્વારા પ્રયોગ કરવામાં આવ્યા બાદ ભારતના સાર્વજનિક શબ્દકોષમાં એક વાક્યાંશ અને એક અવધારણાના રૂપમાં ‘આત્મનિર્ભરતા’નો ઉપયોગ ઘણો વધી ગયો.

 

26 ભારતીય હિન્દી શબ્દોમાંથી પસંદગી

એક વર્ષ પહેલા જાન્યુઆરી 2020માં ઓક્સફોર્ડની ડિક્શનરીના નવા એડિશનમાં 26 ભારતીય હિન્દી શબ્દોને સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં શાદી, હડતાલ, આધાર, ચાવલ અને ડબ્બા જેવા શબ્દો સામેલ કરાયા હતા. આ સિવાય ચૈટબોટ અને ફેક ન્યૂઝને પણ ઓક્સફોર્ડ નવી ડિક્શનરીમાં સામેલ કરાયા હતા. આ શબ્દો ભારતીયોની રોજિંદી ભાષાના શબ્દો હતા. જેમને સરવાળો કરતા ડિક્શનરીના નવા એડિશનમાં 384 શબ્દો એવા સામેલ થયા જે ભારતીયો દ્વારા સામાન્ય બોલીમાં ઉપયોગમાં લેવાતા હતા. ઓક્સફોર્ડ દુનિયાભરમાં બોલાતી ભાષામાં આવેલા બોલચાલ અને નવા શબ્દોના ચલણ પર સતત નજર રાખે છે, જે પછી ડિક્શનરીના નવા એડિશનમાં સામેલ કરે છે. ઓક્સફોર્ડ ડિક્શનરી આખી દુનિયામાં વિખ્યાત છે અને દુનિયાભરના લોકો નવા શબ્દોને સમજવા-જાણવા તેનો ઉપયોગ કરતા આવ્યા છે.

 

આ પણ વાંચો: 25 લાખ Airtel યૂઝર્સનો ડેટા લીક, સાઈબર સિક્યુરિટી રિસર્ચરે કર્યો દાવો

Next Article