Russia Ukraine War: પોતાના જ દેશમાં સતત વિરોધનો સામનો કરી રહ્યા છે પુતિન, 3000થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ

|

Feb 27, 2022 | 12:27 PM

દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 3093 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પોલીસે 24 ફેબ્રુઆરીએ 1967, 25 ફેબ્રુઆરીએ 634 અને 26 ફેબ્રુઆરીએ 492 લોકોની અટકાયત કરી હતી.

Russia Ukraine War: પોતાના જ દેશમાં સતત વિરોધનો સામનો કરી રહ્યા છે પુતિન, 3000થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ
Over 3000 protesters detained in Russia for anti war protests

Follow us on

રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. મોટી વાત એ છે કે યુક્રેન વિરૂદ્ધ હુમલા બાદ રશિયાને તેના દેશના લોકોના સતત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રશિયામાં છેલ્લા ત્રણ દિવસમાં યુદ્ધ વિરોધી  પ્રદર્શનમાં ભાગ લેવા બદલ 3000થી વધુ વિરોધીઓની અટકાયત કરવામાં આવી છે. એક મોનિટરિંગ ગ્રુપે દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 3,093 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે પોલીસે 24 ફેબ્રુઆરીએ ઓછામાં ઓછા 1967, 25 ફેબ્રુઆરીએ 634 અને 26 ફેબ્રુઆરીએ 492ની અટકાયત કરી હતી.

મોટાભાગના લોકો રશિયાના યુક્રેન પરના હુમલા અંગે શંકાશીલ હતા. તેઓને લાગ્યું કે યુદ્ધ નહીં થાય. પરંતુ પુતિને રશિયન સેનાને યુક્રેન પર હુમલો કરવાનો આદેશ આપ્યો. આ પછી યુક્રેનમાં યુદ્ધની તબાહીની તસવીરો સામે આવી. તેમને જોયા બાદ રશિયામાં પણ લોકો યુદ્ધ વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે તાજેતરમાં રશિયાએ વિરોધ પ્રદર્શનો સામે કાયદા કડક કર્યા છે અને પ્રદર્શનકારીઓની સામૂહિક ધરપકડને મંજૂરી આપી છે.

ગુરુવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા જાહેર કરાયેલ લશ્કરી કાર્યવાહી સામે હજારો લોકોએ પોલીસના આદેશોને અવગણીને વિરોધ કર્યો. યુ.એસ.માં વ્હાઈટ હાઉસની બહાર પણ દેખાવકારોએ રેલી કાઢી હતી, ત્યારબાદ દિવસભર રશિયન દૂતાવાસની બહાર કલાકો સુધી દેખાવો કર્યા હતા. દેખાવકારોએ રાષ્ટ્રપતિ જો બાયડેનને પુતિન સામે કડક પગલાં લેવા વિનંતી કરી હતી.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો યુદ્ધ 10 દિવસ સુધી ચાલશે તો રશિયા પાસે તમામ પૈસા, સ્ત્રોત અને હથિયારો ખતમ થઈ જશે. બીજી તરફ યુક્રેન પણ ઈચ્છે છે કે આ યુદ્ધ ઓછામાં ઓછા 10 દિવસ ચાલે. જો આમ થશે તો રશિયા પહેલા કરતા થોડું નબળું પડી જશે. આ સાથે તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બે-ચાર થવું પડશે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કિવ સાથે વાતચીતની આશાના સંબંધમાં શુક્રવારે બપોરે યુક્રેનમાં રશિયન સૈન્ય કામગીરીને અસ્થાયી રૂપે અટકાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ યુક્રેનિયન નેતૃત્વએ વાટાઘાટો કરવાનો ઈનકાર કર્યા પછી શનિવારે બપોરે ઓપરેશન ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – Russia Ukraine War: રશિયાએ યુક્રેનના ખારકિવ શહેરમાં ગેસ પાઈપલાઈન ઉડાવી દીધી, યુદ્ધ વચ્ચે મોટી આફત સર્જાવવાની ભીતિ

આ પણ વાંચો – Russia Ukraine War: ટ્રમ્પના બાઈડેન અને ઓબામા પર આકરા શાબ્દિક પ્રહારો, કહ્યું- ‘હું ત્યાં હોત તો યુદ્ધ ન થયું હોત’

Next Article