ભારત સરકાર (Indian Government) યુદ્ધગ્રસ્ત યુક્રેન (Ukraine) માં ફસાયેલા તમામ ભારતીય નાગરિકોને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia-Ukraine Crisis) વચ્ચે ઓપરેશન ગંગા (Operation Ganga Ukraine) હેઠળ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 2000થી વધુ ભારતીયો વતન પરત ફર્યા છે. જો કે, મોટી સંખ્યામાં નાગરિકો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે અને ભારત પરત ફરવા માટે મદદની શોધમાં છે. આ દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું કે એર ઈન્ડિયાની 9મી ફ્લાઈટ બુકારેસ્ટથી નવી દિલ્હી માટે રવાના થઈ છે.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે 218 ભારતીય નાગરિકો સાથે 9મી ફ્લાઈટ બુકારેસ્ટથી નવી દિલ્હી જવા રવાના થઈ છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, ‘જ્યાં સુધી અમારા સાથી ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત નહીં થાય ત્યાં સુધી પ્રયાસો ચાલુ રહેશે. 218 ભારતીય નાગરિકો સાથે નવમી ઓપરેશન ગંગા ફ્લાઇટ બુકારેસ્ટથી નવી દિલ્હી માટે રવાના થઈ છે.
हमारे साथी भारतीयों की सुरक्षा सुनिश्चित होने तक प्रयास अविराम जारी रहेंगे ।
नौवीं #ऑपरेशनगंगा उड़ान 218 भारतीय नागरिकों के साथ बुखारेस्ट से नई दिल्ली के लिए रवाना। pic.twitter.com/FrHc4j1TZD
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 28, 2022
જયશંકરે ટ્વીટર પર કહ્યું, ‘216 ભારતીય નાગરિકો સાથે 8મી ઓપરેશન ગંગા ફ્લાઈટ હંગેરીના બુડાપેસ્ટથી નવી દિલ્હી માટે રવાના થઈ છે. બધાની સુરક્ષિત વાપસીની ખાતરી કરવા માટે અમારા પ્રયાસો ચાલુ છે.” એર ઈન્ડિયાની સાતમી ઈવેક્યુએશન ફ્લાઈટ સોમવારે રાત્રે 182 ભારતીયો સાથે બુકારેસ્ટથી તેની પરત મુસાફરી શરૂ કરી હતી. જ્યારે છઠ્ઠી ફ્લાઇટ સોમવારે જ 240 ભારતીય નાગરિકો સાથે ઉડાન ભરી હતી. ઓપરેશન ગંગા હેઠળ બુકારેસ્ટ (રોમાનિયા) થી 219 નાગરિકોને લઈને એર ઈન્ડિયાની પ્રથમ ફ્લાઈટ 26 ફેબ્રુઆરીએ મુંબઈમાં ઉતરી હતી.
જયરે, 250 ભારતીય નાગરિકો સાથે બુકારેસ્ટથી બીજી ફ્લાઇટ રવિવારે રાત્રે (27 ફેબ્રુઆરી) લગભગ 2.45 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. જ્યારે, 240 લોકોને લઈને ત્રીજી ફ્લાઈટ રવિવારે જ (27 ફેબ્રુઆરી) સવારે 9.20 વાગ્યે દિલ્હીમાં ઉતરી હતી. બુકારેસ્ટથી ટાટા ગ્રુપ દ્વારા સંચાલિત કંપનીની ચોથી ફ્લાઇટ 198 ભારતીય નાગરિકો સાથે રવિવારે સાંજે 5.35 કલાકે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચી હતી. જ્યારે એર ઈન્ડિયાની પાંચમી ફ્લાઈટ સોમવારે 249 વિદ્યાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકો સાથે બુકારેસ્ટથી દિલ્હી પહોંચી હતી.
આ પણ વાંચો: Russian Currency Fall: યુદ્ધના માઠાં પરિણામોમાંથી રશિયા પણ બાકાત નહીં, રૂબલ 30 ટકા ગગડ્યું