દુનિયાભરમાં(World) કોરોનાના(Corona) નવા વેરિયન્ટને લઈને અલગ માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કોરોનાવાયરસના નવા પ્રકાર ઓમિક્રોન (Omicron) વિશે અમેરિકી પ્રમુખ જો બાઇડને (Joe Biden) સોમવારે કહ્યું કે આ વેરિયન્ટ ઓમિક્રોન ચિંતાનું કારણ છે, ગભરાવાનું કારણ નથી.
આ સાથે જ કહ્યું હતું કે હું એક વિગતવાર વ્યૂહરચના રજૂ કરીશ. જેમાં કહેવામાં આવ્યું છે કે આપણે આ શિયાળામાં કોરોના સામે કેવી રીતે લડીશું. શટડાઉન અને લોકડાઉન સાથે નહીં પરંતુ વધુ વ્યાપક રસીકરણ, બૂસ્ટર, ટેસ્ટ અને ઘણું બધા સાથે કોરોનાને મ્હાત આપીશું.
જો બાઇડને અમેરિકનોને બૂસ્ટર ડોઝ (Booster dose) સહિત સંપૂર્ણ રસીકરણ ( Fully vaccination) કરવા વિનંતી કરી હતી. સોમવારે વ્હાઇટ હાઉસમાં બોલતા જો બાઇડને કહ્યું કે દેશ પાસે અમેરિકનોને સુરક્ષિત રાખવા માટે જરૂરી સાધનો છે, ખાસ કરીને માન્ય રસીઓ અને બૂસ્ટર શોટ્સ. બાઇડને કહ્યું હતું કે, અમેરિકા પહેલાની જેમ આ નવા ખતરાનો સામનો કરશે.
This variant (#Omicron) is a cause for concern, not a cause for panic. I’ll put forward a detailed strategy, outlining how we are going to fight COVID this winter, not with shutdowns & lockdowns but more widespread vaccination, boosters, testing & more: US President Joe Biden pic.twitter.com/XHgCZSBXrz
— ANI (@ANI) November 29, 2021
ઓમિક્રોન વેરિયન્ટથી વૈશ્વિક ખતરો ખૂબ જ વધારે છે – WHO
આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Organization) કહે છે કે પ્રારંભિક પુરાવાના આધારે કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિયન્ટથી વૈશ્વિક ખતરો ખૂબ જ વધારે છે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે. યુએન હેલ્થ એજન્સીએ સભ્ય દેશોને આપેલા ટેકનિકલ મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે નવા પ્રકારો વિશે ઘણી અનિશ્ચિતતા છે. કોવિડ-19નું નવું સ્વરૂપ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત જોવા મળ્યું હતું. ડબ્લ્યુએચઓએ કહ્યું કે વિશ્વભરમાં તેના વધુ ફેલાવાની સંભાવના છે.
દક્ષિણ આફ્રિકાના ડૉક્ટરે શું કહ્યું?
દક્ષિણ આફ્રિકામાં (South African) ઓમિક્રોન વિશે સૌપ્રથમ ચેતવણી આપનાર ડોક્ટર એન્જેલિક કોએત્ઝીએ (Angelique Coetzee) જણાવ્યું હતું કે તેણે છેલ્લા 10 દિવસમાં તેનાથી સંક્રમિત 30 લોકોની સારવાર કરી છે. સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ અને 30 વર્ષથી પ્રેક્ટિસ કરતા કોએત્ઝીએ કહ્યું કે ઓમિક્રોન વેરિયન્ટના લક્ષણો એકદમ વિચિત્ર અને હળવા છે. તેણે જે દર્દીઓની સારવાર કરી તે તમામ સાજા થઈ ગયા છે.
આ પણ વાંચો : આ ફિલ્મના એક સીનના કારણે તારા સુતારિયાને મળી ‘તડપ’, અભિનેત્રીએ કર્યો ખુલાસો
Published On - 6:25 am, Tue, 30 November 21