Together, We are Stronger: લોસ એન્જલસની Cerritos કોલેજે એવો કયો નિર્ણય કર્યો કે જેનો સૌથી મોટો લાભ ભારતીય વિદ્યાર્થીઓને થશે, જાણો શું છે સમગ્ર વિગતો

|

Mar 04, 2022 | 12:22 PM

લોસ એન્જલસ(Los Angeles)ની સૌથી મોટી કોલેજ સેરીટોસ કોલેજ(Cerritos College)માં ફાલ્કન નેસ્ટ ફ્રી પેન્ટ્રી પ્રોગ્રામ(Falcon Nest Free Pantry Program)ની શરૂઆત કરવામાં આવી છે કે જે કોરોના(Corona) બાદની સ્થિતિને પહોચી વળવા માટેનાં પગલા ભરવાની દિશામાં સૌથી મોટુ ગણવામાં આવે છે.

Together, We are Stronger: લોસ એન્જલસની Cerritos કોલેજે એવો કયો નિર્ણય કર્યો કે જેનો સૌથી મોટો લાભ ભારતીય વિદ્યાર્થીઓને થશે, જાણો શું છે સમગ્ર વિગતો
Together, We are Stronger: Cerritos College in Los Angeles

Follow us on

Cerritos College Angeles: વિદેશમાં જઈને પોતાની પસંદગીની કોલેજમાં ભણવું અને ત્યાંજ રહીને અગર ફી અને રહેવાની ચિંતા નિકળી જાય તો? જો કે માનવા માટે થોડીવાર લાગે એવી વાત છે પરંતુ આ વાતને વિદેશમાં રહીને પણ પોતાના દેશ માટે કઈક કરી બતાવવાની ભાવના રાખનારા ગુજરાતી NRIનાં કારણે આ શક્ય બનંયું છે અને લોસ એન્જલસ(Los Angeles)ની સૌથી મોટી કોલેજ સેરીટોસ કોલેજ(Cerritos College)માં ફાલ્કન નેસ્ટ ફ્રી પેન્ટ્રી પ્રોગ્રામ(Falcon Nest Free Pantry Program)ની શરૂઆત કરવામાં આવી છે કે જે કોરોના(Corona) બાદની સ્થિતિને પહોચી વળવા માટેનાં પગલા ભરવાની દિશામાં સૌથી મોટુ ગણવામાં આવે છે. કોલેજ પ્રશાસનનાં ટ્રસ્ટીઓ અને ભારતીય મુખ્યદાતાઓનાં પ્રયાસે શરૂ થનારા આ કાર્યક્રમને લઈ ભારતથી વિદેશમાં ભણવા જનારા વિદ્યાર્થી(Indian Student)ઓના બહોળા સમુહને મોટો લાભ કરાવશે.

શું છે સેરીટોસ કોલેજ અને કેટલી અગત્યની છે ભારતીય વિદ્યાર્થીઓ માટે

આપણા સમુદાયની કાળજી લેવાનો અર્થ એ છે કે અમે સૌથી વધુ સંવેદનશીલ વિદ્યાર્થીઓ અને સમુદાયના સભ્યોની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે સંપૂર્ણ વ્યક્તિનું ધ્યાન રાખીએ છીએ જ્યારે તેઓ તેને સૌથી વધુ મદદ કરે છે. ખોરાક, તકલીફના સમયે તમારી સંભાળ બતાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ફાલકન્સ નેસ્ટ પ્રોગ્રામ દ્વારા સેરીટોસ કોલેજનાં વિદ્યાર્થીઓને ખોરાક પુરો પાડવામાં આવી રહ્યો છે. તેમની પાયાની જરૂરિયાતની સુવિધાઓ પર સેન્ટ્રલ સિસ્ટમથી નજર રાખવામાં આવે છે. અમારો વિદ્યાર્થી કેમ્પસમાં ખોરાક, આવાસ, આરોગ્ય અને નાણાકિય સુખાકારી અને રોજગાર સંસાધનો પર બહારથી એક્સેસ કરી શકે છે.

ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી નોર્થ અમેરિકા

વિદેશમાં વસતા મોટા ભારતીય સમુહનું પ્રતિનિધિત્વ કરતી આ સંસ્થા ભારતીયો માટે એક આશીર્વાદ સમાન છે અને તેનું સંચાલન બિઝમેસમેન , હોટેલિયર અને રાજકીય રીતે લોસ એન્જલસ અને ભારત બંનેમાં સ્થાન ધરાવતા અગ્રણી યોગી પટેલ કરી રહ્યા છે. સેરીટોસ કોલેજ સાથે સંકળાયેલા યોગી પટેલ સાથેની વાતચીતમાં તેમમે જણાવ્યું હતું કે કોલેજની સ્ટ્રેન્થ ઘણી મોટી છે. 24 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરી રહ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

Cerritos College Trustee at Falcon Nest

સંસ્થામાં 60 લોકો મુખ્ય છે અને ટ્રસ્ટી તરીકે જેમ્સ બર્કી, પ્રમુખ ડૉ. શિન લિયુ વી.પી. ડૉ. સાન્દ્રા સાલાઝાર ઝ્યુરિચ લેવિસ મેરિસા પારેઝ કાર્મેન એવલોસ મોટે ભાગે હિસ્પેનિક છે.  24,000 વિદ્યાર્થીઓ અને 40 એકર જમીનમાં સેરીટોસ વસ્યુ છે . તેઓ ભારતીય વિદ્યાર્થીઓને સ્પોન્સર કરી રહ્યા છે. ડૉ. જોસ ફિએરો પ્રમુખ/સુપ્રિન્ટેન્ડેન્ટ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેરોલ ક્રમ્બાચની અધ્યક્ષતામાં 70% વિદ્યાર્થીઓને આ ફ્રી ફૂડ પેન્ટ્રી પ્રોગ્રામનો લાભ મળે તેનું ધ્યાન રાખવામાં આવે છે.

ફાલ્કન નેસ્ટ પ્રોગ્રામ શરૂ થવાને કારણે ભારતીય વિદ્યાર્થીઓને ખાસ મોટો લાભ થવાનો છે એ નક્કી. આ વખતે એમ પણ સેરીટોસ કોલેજમાં 250 જેટલા ભારતીય વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે અને 10 જેટલા તો સુરતનાં વિદ્યાર્થીઓ પણ છે. યુનિવર્સીટી ઓફ કેલીફોર્નિયાની આ સિસ્ટર કન્સર્ન સેરીટોસ કોલેજમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે યોગી પટેલ અને બેન્કર પરિમલ શાહ કાર્યરત રહે છે. આ એ કોલેજ છે કે જ્યાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તમામને પ્રવેશ મળી રહે છે અને ફાલ્કન નેસ્ટ યોજનાનો લાભ પણ મળી રહે છે. આ માટે ખાસ આજુબાજુામાં રહેણાંક વિસ્તારોની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમાં વિદ્યાર્થીઓને રાખવામાં આવે છે. લોસ એન્જેલસ કાઉન્ટીનાં માધ્યમથી આ ફુડ મળી રહે છે.

Yogi Patel at Falcon Nest Program (Los Angeles)

ભારતીય વિદ્યાર્થીઓનાં 5 લાખ કરતા વધારે રૂપિયા બચશે

જણાવવું રહ્યું કે સેરીટોસ કોલેજ સૌથી મોટી કોલેજ છે અને તેમાં હજારો વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આ કોલેજમા્ં વિવિધ પ્રકારનાં અનેક સ્ટ્રીમ છે કે જેમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોય છે. 1955થી કાર્યરત આ કોલેજમાં ફાલ્કન નેસ્ટ કાર્યક્રમ અમલી બનવાને કારણે અધવચ્ચેથી જે વિદ્યાર્થીઓ એપ્લાય કરસે તેમને પણ રહેવા જમવાની સુવિધા વિનામૂલ્યે કરી આપવામાં આવશે. કોરોના બાદની સ્થિતિમાં જે વિદ્યાર્થીઓને જોબ નથી મળી રહી તેવા લોકોને ફી ભરવા માટે ચિંતા ન રહે તે માટે આ યોજના કામ કરશે. મોટા ભાગે એક ક્વાટર્સની મિનિમમ ફી 2000 થી લઈ 3000 ડોલર્સ રહેતી હોય છે એટલે કે 4 ક્વાર્ટર્સમાં ગણવામાં આવે તો ભારતીય મૂલ્ય પ્રમાણે પાંચ થી છ લાખ રૂપિયાની બચત થઈ શકે છે. હાલમાં 3000ની આસપાસનાં વિવિધ પ્રાંતથી આવેલા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ રહ્યા છે જે મોટી વાત છે.

Cerritos College

કોરોનાનાં કપરા સમયમાં પણ મદદે રહ્યું ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા

કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન સેરીટોસ કોલેજ ખાતે 7 દિવસ માટે 800 કરતા વધારે વિદ્યાર્થીઓને સતત જમવાનુ પુરૂ પાડવામાં આવ્યુ હતું. ત્રણ વર્ષમાં 33 હજાર કરતા વધારે લોકોને જમવાનાની મદદ કરવામાં આવી હતી. ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીનાં પ્રમુખ યોગી પટેલની અધ્યક્ષતામાં કોરોનાના આ કપરા ત્રણ વર્ષમાં જાતિ કે જ્ઞાતિનાં ભેદભાવ વગર માત્ર ભારતીય તરીકેની સમાજ ભાવના સાથે 39 હજાર પરિવાર અને 45 હજાર જેટલા વિદ્યાર્થીઓને ભોજન સહિતની મદદ પુરી પાડવામાં આવી હતી.

 

Published On - 11:28 am, Fri, 4 March 22

Next Article