North Korea: નથી સંતોષાઇ રહી હથિયારોની ભૂખ, ઉત્તર કોરિયાએ મહિનામાં ત્રીજી વાર કર્યુ મિસાઇલ પરિક્ષણ

|

Jan 14, 2022 | 3:23 PM

ઉત્તર કોરિયાએ નવું વર્ષ શરૂ થતાની સાથે જ સતત મિસાઈલ પરીક્ષણ કરવાનું શરૂ કરી દીધું છે. તેણે હવે ફરી એકવાર મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.

North Korea: નથી સંતોષાઇ રહી હથિયારોની ભૂખ, ઉત્તર કોરિયાએ મહિનામાં ત્રીજી વાર કર્યુ મિસાઇલ પરિક્ષણ
North Korea Fires 2 Ballistic Missiles

Follow us on

ઉત્તર કોરિયાએ (North Korea) આ મહિનામાં ત્રીજી વખત મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. દક્ષિણ કોરિયા અને જાપાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેણે શુક્રવારે ઓછામાં ઓછી એક બેલેસ્ટિક મિસાઈલનું (Ballistic Missile) પરીક્ષણ કર્યું હતું. આ મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે ઉત્તર કોરિયાએ મિસાઈલ પરીક્ષણ કર્યું છે. અમેરિકાના જો બાયડેન પ્રશાસને ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણોને કારણે તેના પર નવા નિયંત્રણો લાદ્યા છે અને માનવામાં આવે છે કે તે પ્રતિબંધોના જવાબમાં આ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે કહ્યું કે મિસાઈલ પૂર્વમાં છોડવામાં આવી હતી, જોકે તેમણે એ નથી જણાવ્યું કે મિસાઈલ ક્યાં ગઈ. તેમણે મિસાઈલ વિશે વધુ માહિતી આપી ન હતી. જાપાનના વડાપ્રધાન કાર્યાલય અને સંરક્ષણ મંત્રાલયે પણ કહ્યું કે તેમને ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલ આ પરીક્ષણ વિશે જાણવા મળ્યું છે અને તે ચોક્કસપણે બેલેસ્ટિક મિસાઈલ છે.

કોસ્ટ ગાર્ડે કોરિયન દ્વીપકલ્પ અને જાપાન વચ્ચે તેમજ પૂર્વ ચીન સાગર અને ઉત્તર પેસિફિક વચ્ચે કાર્યરત જહાજોને “કોઈપણ વધુ માહિતી પર નજર રાખવા” વિનંતી કરી છે. બાયડેન વહીવટીતંત્રે બુધવારે ઉત્તર કોરિયાના મિસાઇલ પરીક્ષણોના જવાબમાં તેના મિસાઇલ કાર્યક્રમો માટે સાધન સામગ્રી અને તકનીકી મેળવવામાં તેમની ભૂમિકા બદલ ઉત્તર કોરિયાના પાંચ લોકો પર પ્રતિબંધો લાદ્યા હતા. બાયડેન વહીવટીતંત્રે એમ પણ કહ્યું હતું કે તે સંયુક્ત રાષ્ટ્ર પાસેથી નવા પ્રતિબંધો માંગશે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

અગાઉ મંગળવારે, ઉત્તર કોરિયાએ કહ્યું હતું કે તેના નેતા કિમ જોંગ ઉને હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ નિહાળ્યું હતું અને દાવો કર્યો હતો કે આ પરીક્ષણ દેશની પરમાણુ “યુદ્ધ ટાળવાની” ક્ષમતાને વધારશે. ઉત્તર કોરિયાની સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) એ કથિત હાઇપરસોનિક મિસાઇલના પરીક્ષણને યોગ્ય ઠેરવતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાને ટાંકીને તેને સ્વ-રક્ષણ કવાયત ગણાવી હતી.

મિસાઇલ છોડવાના કલાકો પહેલાં, ઉત્તર કોરિયાએ આ મહિનાની શરૂઆતમાં મિસાઇલ પરીક્ષણો પર બાયડેન વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા નવા પ્રતિબંધોની નિંદા કરતું નિવેદન બહાર પાડ્યું હતું. ઉત્તર કોરિયાએ ચેતવણી આપી હતી કે જો અમેરિકા સંઘર્ષપૂર્ણ વલણ જાળવી રાખશે તો તે વધુ પગલાં લેશે.

આ પણ વાંચો –

ભૂટાનમાં 166 ઇમારતો અને રસ્તાઓ બનાવી રહ્યુ છે ચીન, ડોકલામ નજીક આખું ગામ વસાવવાનો છે પ્લાન

આ પણ વાંચો –

મ્યાનમારની સેનાએ ભારતીય બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી, સરકારી સૂત્રોએ માહિતી શેર કરી

Next Article