અરે કમાલ કરતે હો ભાઇ ! ન્યૂઝીલેન્ડની વેબસાઇટ વેચી રહી છે ભારતીય ખાટલો, કિંમત રાખી છે આટલી

|

Sep 01, 2021 | 12:30 PM

આ ખાટલો ભારતના ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે. લોકો પોતાના ઘરે જાતે જ આવા ખાટલાને બનાવી દેતા હોય છે. આવા ખાટલા મોટેભાગે લાકડા અથવા તો લોખંડની ફ્રેમ પર દોરીથી બનાવવામાં આવે છે.

અરે કમાલ કરતે હો ભાઇ ! ન્યૂઝીલેન્ડની વેબસાઇટ વેચી રહી છે ભારતીય ખાટલો, કિંમત રાખી છે આટલી
New Zealand's website is selling Charpai

Follow us on

દુનિયાની મોટી મોટી બ્રાન્ડ અમુક વાર પોતાની અવનવી પ્રોડક્ટ્સને લઇને ચર્ચામાં રહે છે તો કેટલીક વાર તે ટ્રોલ પણ થઇ જાય છે. તેવામાં હાલ ન્યૂઝીલેન્ડની એક વેબસાઇટે ભારતીય ખાટલો એટલે કે ચારપાઇને વેચવા માટે મૂક્યા છે. વળી આ ખાટલાની કિંમત તેમણે 41000 નક્કી કરી છે.

આ પહેલી વાર નથી કે કોઇ વિદેશી બ્રાન્ડ ભારતીય સંસ્કૃતિ અને રહેણી કહેણી સાથે જોડાયેલી વસ્તુઓ વેચી રહી હોય. મોટેભાગે આ ભારતીય વસ્તુઓને તેઓ વિન્ટેજના નામે વેચીને સારા એવા પૈસા બનાવે છે. જણાવી દઇએ કે, 2019 માં બ્રિટનની એક બ્રાન્ડને વિન્ટેજ અને બોહો ડ્રેસીસ વેચવા બદલ આલોચનાનો ભોગ બનવુ પડ્યુ હતુ. આ ડ્રેસ એક સામાન્ય ભારતીય ડ્રેસ જેવો જ હતો જેને ભારી કિંમતમાં વેચવામાં આવી રહ્યો હતો.

હવે ન્યૂઝીલેન્ડની એક બ્રાન્ડ એનાબેલ્સ પાતળી દોરી અને લાકડામાંથી બનેલા ખાટલાને Vintage Indian Daybed નામથી 41,000 રૂપિયામાં વેચી રહી છે. આ ખાટલામાં કોઇ ખાસ વાત નથી કે જેના કારણે તેને આટલુ મોંઘુ વેચવામાં આવી રહ્યુ છે. આવા ખાટલાની કિંમત ભારતમાં ખૂબ જ ઓછી હોય છે. જ્યારે ન્યૂઝીલેન્ડમાં તે 10 ગણી વધુ કિંમતમાં વેચવામાં આવી રહ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વેબસાઇટ તેને 800 ન્યૂઝીલેન્ડ ડૉલર એટલે કે 41,211 ભારતીય રૂપિયામાં વેચી રહી છે. ભારતના કોઇ પણ લોકલ બજારમાં તમે તેને 1000 રૂપિયામાં ખરીદી શકો છો. એમેઝોન ઇન્ડિયા પર પણ આ ખાટલો 8000 થી શરૂ થઇને 10000 સુધીમાં મળી રહે છે.

તમને જણાવી દઇએ કે આ ખાટલો ભારતના ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે. લોકો પોતાના ઘરે જાતે જ આવા ખાટલાને બનાવી દેતા હોય છે. આવા ખાટલા મોટેભાગે લાકડા અથવા તો લોખંડની ફ્રેમ પર દોરીથી બનાવવામાં આવે છે. આ જ ખાટલાને હવે વિદેશીઓ મોંઘા ભાવે વેચવાનો પ્રયત્ન કરે છે.

આ પણ વાંચો –

Armaan Kohli Drugs Case : અરમાન કોહલીની વધી શકે છે મુશ્કેલી, ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિમાંથી 2 વિદેશી

આ પણ વાંચો –

IND vs ENG: ઓવલ ટેસ્ટ પહેલા જ ભારતના પડકારને લઇને કેપ્ટન જો રુટે કહ્યુ, કોહલીને આઉટ કરવાનો ઉપાય શોધી કાઢ્યો !

આ પણ વાંચો –

Lifestyle : મુસાફરી દરમ્યાન વાળ કરે છે પરેશાન ? આ સિમ્પલ હેર સ્ટાઇલ મુસાફરીને કરશે વધુ આરામદાયક

Next Article