New York: વાવાઝોડું એલ્સા ત્રાટકે તે પહેલા ધોધમાર વરસાદ, અનેક જગ્યાઓએ ભરાયા પાણી, ટ્રેનની અવર જવરને અસર

|

Jul 09, 2021 | 10:34 AM

ન્યૂયોર્કમાં અચાનક પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓે વરસાદી પાણી ભરાઈ ગયા છે. શહેરના અન્ડરગ્રાઉન્ડ રેલવેના અનેક સ્ટેશનોમાં પાણી ભરાયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.

અમેરિકામાં વાવાઝોડું એલ્સા ત્રાટકે તે પહેલા પડેલા ભારે વરસાદને ન્યૂયોર્કને ઘમરોળી દીધું છે. અચાનક પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓે વરસાદી પાણી ભરાઈ ગયા છે. શહેરના અન્ડરગ્રાઉન્ડ રેલવેના અનેક સ્ટેશનોમાં પાણી ભરાયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.

 

આ ઉપરાંત રસ્તાઓમાં પણ પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ છે. સબવે સ્ટેશનોમાં પાણી ભરાતા ટ્રેનોની અવરજવર પર પણ અસર પડી છે. આજે એલ્સા વાવાઝોડું ન્યૂજર્સી અને ન્યૂયોર્કને ધમરોળે તેવી શક્યતા છે. મહત્વનું છે કે, કેરેબિયન દેશો પર એલ્સા વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે. છેલ્લાં ચોવીસ કલાકમાં ત્રણ લોકોના મોત થાય છે.

 

આ પણ વાંચો: Madhya Pradesh: RSSની ચિંતન બેઠકમાં દેશભરના પ્રાંત પ્રચારકો આજે ચિત્રકૂટ પહોંચશે, મોહન ભાગવત સહિત પાંચ સરકાર્યવાહક પણ થશે સામેલ

 

આ પણ વાંચો: TCS Q1 Results: TCSએ પ્રથમ ત્રિમાસિક પરિણામમાં 28.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 9008 કરોડ નફો નોંધાવ્યો, જાણો કેટલું ડિવિડન્ડ મળશે

Next Video