Nepal ના પીએમ ઓલી શર્માને નેપાળની સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, ભંગ કરેલી નેપાળી સંસદને ફરી મંજૂરી આપી

|

Feb 23, 2021 | 9:24 PM

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીને નેપાળની સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે ભંગ કરેલી નેપાળી સંસદને ફરી મંજૂરી આપી છે. પૂર્વવત કરવા આદેશ આપ્યો છે.

Nepal ના પીએમ ઓલી શર્માને નેપાળની સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, ભંગ કરેલી નેપાળી સંસદને ફરી મંજૂરી આપી
K.P. Sharma Oli

Follow us on

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીને નેપાળની સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે ભંગ કરેલી નેપાળી સંસદને ફરી મંજૂરી આપી છે. પૂર્વવત કરવા આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયધીશ ચોલેન્દ્ર શમશેર જેબીઆરના નેતૃત્વમાં પાંચ સભ્યોની ટીમે ઓલીના નિર્ણયને અસંવૈધાનિક ગણાવી ચુકાદો આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે સરકારને આગામી 13 દિવસમાં સંસદમાં સત્ર બોલાવવા આદેશ આપ્યો છે. નેપાળની સુપ્રીમ કોર્ટે 20 ડિસેમ્બરે સંસદ ભંગ થયા બાદ પીએમ ઓલી શર્માએ વિવિધ સંવેધાનિક નિગમોની કરેલી નિયુક્તિ રદ કરી દીધી છે. સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી. પરંતુ કોર્ટે 13 અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે નેપાળની નીચલી સંસદને ફરી પૂર્વવત કરવા આદેશ કર્યો છે.

Published On - 9:21 pm, Tue, 23 February 21

Next Article