ભારત સાથે દુશ્મની કરી રહ્યુ છે નેપાળ, 100 રૂપિયાની નોટમાં દર્શાવાયા નાપાક ઈરાદા

|

May 04, 2024 | 8:56 AM

100 રૂપિયાની નોટ પર જૂના નકશાને બદલે નવો નકશો બનાવવાનો નિર્ણય નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ 'પ્રચંડ'ની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠકમાં લેવામાં આવ્યો હતો. નેપાળે 4 વર્ષ પહેલા પોતાના રાજકીય નકશામાં આ ત્રણ વિસ્તારોનો સમાવેશ કર્યો હતો, જેના પર ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. નેપાળે આવું કરીને ફરી એકવાર ભારત સાથે ગડબડ કરી છે.

ભારત સાથે દુશ્મની કરી રહ્યુ છે નેપાળ, 100 રૂપિયાની નોટમાં દર્શાવાયા નાપાક ઈરાદા
Nepal's Prime Minister Prachanda

Follow us on

પાડોશી દેશ નેપાળ કંઈક એવું કરવા જઈ રહ્યું છે જેનાથી ભારત સાથે ફરી એકવાર તણાવ વધી શકે છે. નેપાળે 100 રૂપિયાની નવી નોટ પર દેશનો નવો નકશો છાપવાની જાહેરાત કરી છે. આ નકશો એ ત્રણ વિવાદિત વિસ્તારો બતાવશે કે જેના પર ભારત તેની સત્તાનો દાવો કરે છે. નેપાળ પોતાના નવા નકશામાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીનો સમાવેશ કરશે.

હકીકતમાં, ભારત પહેલાથી જ આ સરહદી વિસ્તારોને વિસ્તૃત કરી ચૂક્યું છે. 100 રૂપિયાની નોટ પર જૂના નકશાને બદલે નવો નકશો બનાવવાનો નિર્ણય નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ની અધ્યક્ષતામાં મળેલી મંત્રી પરિષદની બેઠકમાં લેવામાં આવ્યો હતો. સરકારના પ્રવક્તા રેખા શર્માએ કહ્યું કે બેઠકમાં 100 રૂપિયાની નોટમાં નેપાળનો નવો નકશો છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નેપાળે 100 રૂપિયાની નોટમાં નાપાક ઈરાદા દર્શાવ્યા હતા

આ નકશામાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની બતાવવામાં આવશે. રેખા શર્મા નેપાળની માહિતી અને સંચાર મંત્રી પણ છે. તેમણે જણાવ્યું કે 25 એપ્રિલ અને 2 મેના રોજ યોજાયેલી બેઠકમાં કેબિનેટે 100 રૂપિયાની નવી નોટને ફરીથી ડિઝાઈન કરવા અને ચલણ પર છપાયેલા જૂના નકશાને બદલવાની મંજૂરી આપી હતી. અગાઉ, 18 જૂન, 2020 ના રોજ, નેપાળે તેના રાજકીય નકશામાં તે ત્રણ વિસ્તારોનો સમાવેશ કર્યો હતો. આ માટે તેમણે બંધારણમાં સુધારો પણ કર્યો હતો.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

આ વિવાદાસ્પદ બિલની તરફેણમાં 258 વોટ પડ્યા હતા

નેપાળની સંસદમાં આ વિવાદાસ્પદ બિલની તરફેણમાં 258 મત (275માંથી) પડ્યા હતા. આ બિલની વિરૂદ્ધમાં કોઈ સભ્યએ મતદાન કર્યું નથી. બિલ પસાર કરવા માટે 275 સભ્યોના નીચલા ગૃહમાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી હતી. નેપાળી કોંગ્રેસ (NC), રાષ્ટ્રીય જનતા પાર્ટી-નેપાળ (RJP-N) અને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP) સહિતના મુખ્ય વિરોધ પક્ષોએ નવા વિવાદાસ્પદ નકશાને સમર્થન આપ્યું હતું.

ભારતે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો

વર્ષ 2019માં ભારતે નવો રાજકીય નકશો જાહેર કર્યા બાદ વર્ષ 2020માં નેપાળની તત્કાલીન કેપી ઓલી સરકારે ચીનના કહેવાથી દેશનો નવો નકશો સંસદમાં પસાર કરાવ્યો હતો. જેમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાની સાથે ભારતના ઘણા વિસ્તારોને નેપાળ બતાવવામાં આવ્યા હતા. જો કે ભારતે આ વિવાદાસ્પદ નકશા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો.

ભારત નેપાળ સાથે 1850 કિમીની સરહદ વહેંચે છે

તમને જણાવી દઈએ કે નેપાળ પાંચ ભારતીય રાજ્યો સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે 1850 કિલોમીટરથી વધુની સરહદ ધરાવે છે. ભારત લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા પર પોતાનો અધિકાર જાળવી રાખે છે. આ વિસ્તારો ભારતની ઉત્તરાખંડ સરહદને અડીને આવેલા છે.

Next Article