આખી દુનિયામાં લોકો ઉંમરની સાથે બીમારીઓનો શિકાર થવા લાગે છે, પરંતુ પાકિસ્તાનમાં (Pakistan) હુન્ઝા સમુદાયના (Hunza Community) લોકો તેમની ઉત્તમ જીવનશૈલીના કારણે 100 વર્ષથી વધુ ઉંમર જીવે છે. ઉત્તર પાકિસ્તાનની હુન્ઝા ખીણમાં રહેતા આ લોકોનું આયુષ્ય અને સ્વસ્થ જીવન વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય રહ્યો છે.
હુન્ઝા સમુદાયના રીતી રિવાજો પર સંશોધન કરવામાં આવ્યું છે અને તેમના પર ઘણા પુસ્તકો પણ લખવામાં આવ્યા છે. તેમના પર લખાયેલા પુસ્તકોમાં, જે.આઈ. રોડલનું ‘ધ હેલ્ધી હંઝાસ’ અને ડૉ. જો ક્લાર્કનું ‘ધ લોસ્ટ કિંગડમ ઓફ ધ હિમાલય’ સૌથી વધુ પ્રખ્યાત છે.
પાકિસ્તાનની હુન્ઝા ખીણમાં રહેતી મહિલાઓ (Hunza Women) તેમની ઉંમર કરતા ઘણા વર્ષો નાની દેખાય છે. 80 વર્ષની ઉંમરે પણ તે એકદમ યુવાન જોવા મળે છે. આટલું જ નહીં, તેઓ 65-70 વર્ષની ઉંમર સુધી બાળકોને જન્મ આપી શકે છે, જ્યારે સામાન્ય રીતે સ્ત્રીઓ 50-55 વર્ષની ઉંમર સુધીમાં સંતાન પેદા કરવાની ક્ષમતા ગુમાવી દે છે.
એવું કહેવાય છે કે હુન્ઝાના લોકોના લાંબા આયુષ્યની વાત પહેલીવાર સામે આવી, જ્યારે એક વ્યક્તિએ બ્રિટનમાં વિઝા માટે અરજી કરી અને 1984માં તેના જન્મ પાસપોર્ટ પર 1832 લખેલું હતું. આ જગ્યાની ખાસિયત એ છે કે પાકિસ્તાનના બાકીના ભાગમાં ભલે મહિલાઓને ભણવા માટે સંઘર્ષ કરવો પડે છે, પરંતુ અહીં તેમને છોકરાઓની જેમ શિક્ષણ આપવામાં આવે છે.
હુન્ઝા સમુદાયની મહિલાઓ સુંદર હોવાની સાથે સાથે શિક્ષિત પણ છે. તેમની સુંદરતામાં ઘટાડો ન થવાનું કારણ એ છે કે તેઓ હિમાલયના ગ્લેશિયર્સનું ઓગળેલું પાણી પીવે છે અને સ્નાન કરે છે. આ પાણીમાં ઘણા બધા મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. પાકિસ્તાનમાં સ્થાયી થયેલા આ સમુદાયના લોકો મુસ્લિમ ધર્મનું પાલન કરે છે. તેમના સમુદાયને બુરુશો કહેવામાં આવે છે અને તેઓ બુરુશાસ્કી ભાષા બોલે છે. આ લોકોની જીવનશૈલી જોવા માટે પર્યટકો હુન્ઝા વેલી પહોંચે છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –