ઈઝરાયેલના પ્રધાને અલ-અક્સા મસ્જિદની મુલાકાત લેતા ભડક્યા મુસ્લિમ દેશ, ફરી ગરમાશે પેલેસ્ટાઈન-ઈઝરાયેલ વચ્ચે વિવાદ

|

Jan 05, 2023 | 7:42 AM

સાઉદી અરેબિયા, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત, પેલેસ્ટાઈન, પાકિસ્તાન અને જોર્ડને પણ ઈઝરાયેલના પ્રધાનના આ પગલાની આકરી નિંદા કરી છે. જોર્ડને આ મુલાકાતને લઈને ઈઝરાયેલના રાજદૂતને પણ બોલાવ્યા છે.

ઈઝરાયેલના પ્રધાને અલ-અક્સા મસ્જિદની મુલાકાત લેતા ભડક્યા મુસ્લિમ દેશ, ફરી ગરમાશે પેલેસ્ટાઈન-ઈઝરાયેલ વચ્ચે વિવાદ
Al Aqsa Mosque ( file photo)

Follow us on

ઇસ્લામમા ત્રીજા સૌથી પવિત્ર સ્થળ ગણાતા અલ-અક્સા મસ્જિદને લઈને યહૂદીઓ અને પેલેસ્ટિનિયનો વચ્ચે વર્ષોથી ચાલી રહેલો વિવાદ ફરી એકવાર વકર્યો છે. આ અલ-અક્સા મસ્જિદને લઈને ઈઝરાયેલ ફરી એકવાર ઈસ્લામિક દેશોના હુમલાઓ હેઠળ આવ્યું છે. આ મામલે પાકિસ્તાને પણ આકરી પ્રતિક્રિયા આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાને ઈઝરાયેલના પ્રધાન ઇટામર બેન-ગવીરની અલ-અક્સા મસ્જિદની મુલાકાતનો કડક શબ્દોમાં વિરોધ કર્યો છે. પાકિસ્તાને કહ્યું કે આ મુલાકાત અસંવેદનશીલ અને ઉશ્કેરણીજનક છે. વાસ્તવમાં, ઇઝરાયેલના પ્રધાન ઇટામર બેન-ગવિરે મંગળવારે જેરૂસલેમ ખાતે આવેલ અલ-અક્સા મસ્જિદની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ બાદ સાઉદી અરેબિયા, જોર્ડન, પેલેસ્ટાઈન અને સંયુક્ત આરબ અમીરાત બાદ પાકિસ્તાને પણ જોરદાર વિરોધ નોંધાવ્યો છે.

મુસ્લિમોની લાગણીઓને ઠેસ પહોંચાડી હોવાનો આરોપ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું છે કે, વિશ્વભરના મુસ્લિમો અલ-અક્સા મસ્જિદને પવિત્ર સ્થળ માને છે. મુસ્લિમોની ઊંડી શ્રદ્ધા અલ અક્સા મસ્જિદ સાથે જોડાયેલી છે. આવી સ્થિતિમાં તેનું ઉલ્લંઘન કરવું એ મુસ્લિમોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા સમાન છે. પાકિસ્તાને કહ્યું કે ઈઝરાયલે તેનું જેરૂસલેમ ખાતે ગેરકાયદેસર કામ બંધ કરવું જોઈએ અને તેના કબજા હેઠળના પેલેસ્ટિનિયન પ્રદેશોમાં મુસ્લિમ ધાર્મિક સ્થળોની પવિત્રતાનું સન્માન કરવું જોઈએ.

પેલેસ્ટાઈનીઓને પાકિસ્તાનનું સમર્થન

પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ફરી એકવાર પેલેસ્ટાઈનની માંગને સમર્થન આપવાનો પુનરોચ્ચાર કર્યો છે. રિપોર્ટ અનુસાર, વિદેશ મંત્રાલયે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર અને OICના ઠરાવ અનુસાર, તે 1967 પહેલાની સરહદોના આધારે પેલેસ્ટાઈનનું સમર્થન કરે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

જોર્ડને ઇઝરાયેલના રાજદૂતને બોલાવ્યા

આ સિવાય સાઉદી અરેબિયા, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત, પેલેસ્ટાઈન અને જોર્ડને પણ ઈઝરાયેલના પ્રધાને અલ અકસા મસ્જિદની લીધેલી મુલાકાતની આકરી નિંદા કરી છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ઇઝરાયેલના પ્રધાનની અલ-અક્સા મસ્જિદની મુલાકાતની કડક નિંદા કરીએ છીએ. તો બીજી બાજુ, યુએઈના વિદેશ મંત્રાલયે પણ ઇઝરાયેલના પ્રધાનના મસ્જિદમાં જવાનો વિરોધ નોંધાવ્યો છે. આ સિવાય જોર્ડને અલ-અક્સા મસ્જિદમાં ઈઝરાયેલના પ્રધાનના પ્રવેશ અને તેની પવિત્રતાના ઉલ્લંઘન સામે સખત વાંધો ઉઠાવ્યો છે. જોર્ડને આ મુલાકાતને લઈને ઈઝરાયેલના રાજદૂતને પણ બોલાવ્યા છે.

Next Article