ભારતનો થઈ રહ્યો છે વિકાસ, સંયક્ત રાષ્ટ્રના અહેવાલમાં થયો ખુલાસો

છેલ્લા બે દાયકામાં દેશમાં શહેરીકરણ વધ્યું છે. જેના કારણે ગરીબી રેખા નીચે જીવતા નાગરીકોની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 1994થી 2012ના સમયગાળા દરમિયાન ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા 45% થી ઘટી 22 % થઈ છે. એટલે કે 2 દાયકાના સમયમાં 13 કરોડ ભારતીય ગરીબી રેખાની બહાર આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પર નજર કરીએ […]

ભારતનો થઈ રહ્યો છે વિકાસ, સંયક્ત રાષ્ટ્રના અહેવાલમાં થયો ખુલાસો
| Updated on: Mar 02, 2019 | 4:46 PM

છેલ્લા બે દાયકામાં દેશમાં શહેરીકરણ વધ્યું છે. જેના કારણે ગરીબી રેખા નીચે જીવતા નાગરીકોની સંખ્યામાં ઘટાડો થયો છે.

વર્ષ 1994થી 2012ના સમયગાળા દરમિયાન ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા 45% થી ઘટી 22 % થઈ છે. એટલે કે 2 દાયકાના સમયમાં 13 કરોડ ભારતીય ગરીબી રેખાની બહાર આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પર નજર કરીએ તો, ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં શહેરીકરણ ઝડપથી વધી રહ્યું છે. જેનો સૌથી વધુ અસર એશિયા અને આફ્રિકામાં પર પડી છે. જો વર્ષ 2030 સુધી વાત કરીએ તો ભારતમાં લગભગ 40 કરોડથી વધુ લોકો શહેરોમા વસવાટ કરતા હશે અને છેલ્લા બે દાયકામાં શહેરીકરણનો આંક 90 ટકા આસપાસ રહ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલની વાત કરીએ તો વિકાસનો દર ભલે પ્રભાવશાળી રહ્યોં પરંતુ ભારતમાં અસમાનતા વિકાસના માર્ગ પર સૌથી મોટી સમસ્યા છે. ગરીબી ઓછી કરવા માટે સરકાર પણ સતત પ્રયત્ન કરી રહી છે. જેમ કે, આવાસ યોજના, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, ડિજિટલ ઈન્ડિયા, જનધન યોજના, મેકઈન ઈન્ડિયા જેવા અગલ અગલ પ્રોજેક્ટ હેઠળ સરકાર કામગીરી કરી રહી છે.

TV9 Gujarati

 

તાજેતરમાં દેશમાં વિદેશી મુડીરોકાણમાં વધારો થયો છે. દેશમા વ્યાપાર માટે યોગ્ય માહોલ અને તકો સર્જાઈ છે. વેશ્વિક હરિફાઈમાં ભારતનો ક્રમ વર્ષ 2014 માં 71 હતો. જે વર્ષ 2015માં વધીને 55 થયો છે. ઉપરાંત આધારકાર્ડ- મોબાઈલ- બેંક એકાઉન્ટના જોડાણથી દરેક લાભાર્થીના ખાતામાં સબસિડી તથા અન્ય લાભો સીધા પહોંચે છે અને વચેટીયા પ્રથા બંધ થઈ ગઈ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]