મોદીએ ચીનને વિસ્તારવાદી કહેતા ભડક્યુ ચીન, કહ્યુ 12 દેશ સાથે વાત કરીને નક્કી કરી છે સરહદ

|

Jul 03, 2020 | 2:20 PM

લેહ લદ્દાખમાં ચીનની સરહદની નજીક જઈને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ચીનને વિસ્તારવાદી ગણાવી તમારો વિસ્તારવાદ હવે વિશ્વમાં ક્યાય નહી ચાલે તેવુ રોકડુ પરખાવતા ચીન ભડકી ઉઠ્યુ છે. નરેન્દ્ર મોદીના વિસ્તારવાદ સામે ચીનના દુતાવાસમાંથી ખુલાસો કરાયો છે કે, અમને વિસ્તારવાદી કહેવા યોગ્ય નથી. ચીને તેની આજુબાજુના 12 દેશની સાથે વાતચીત કરીને સીમા નક્કી કરી છે. ભારત અને […]

મોદીએ ચીનને વિસ્તારવાદી કહેતા ભડક્યુ ચીન, કહ્યુ 12 દેશ સાથે વાત કરીને નક્કી કરી છે સરહદ

Follow us on

લેહ લદ્દાખમાં ચીનની સરહદની નજીક જઈને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ચીનને વિસ્તારવાદી ગણાવી તમારો વિસ્તારવાદ હવે વિશ્વમાં ક્યાય નહી ચાલે તેવુ રોકડુ પરખાવતા ચીન ભડકી ઉઠ્યુ છે. નરેન્દ્ર મોદીના વિસ્તારવાદ સામે ચીનના દુતાવાસમાંથી ખુલાસો કરાયો છે કે, અમને વિસ્તારવાદી કહેવા યોગ્ય નથી. ચીને તેની આજુબાજુના 12 દેશની સાથે વાતચીત કરીને સીમા નક્કી કરી છે. ભારત અને ચીનના વિદેશ વિભાગ ઉપરાંત બન્ને દેશના સૈન્યસ્તરે વાતચીત કરીને સરહદ ઉપરનો તણાવ ઓછો કરવાના પ્રયાસ કરી રહ્યાં છે.
ચીને એવુ પણ કહ્યું છે કે, હાલના સંજોગોમાં કોઈએ એવુ કાઈ ના કહેવુ જોઈએ કે જેનાથી સરહદ ઉપર પ્રવર્તતો તણાવ દૂર થવાને બદલે વધે. જ્યારે બન્ને દેશના વિદેશ વિભાગ અને સૈન્ય વાતચીત કરીને સમગ્ર વિવાદ ઉકેલવાના કામમાં જોડાયુ હોય ત્યારે તેનુ નિરાકરણ આવશે. હક્કીતમાં વિસ્તારવાદના નિવેદનને અમેરીકા અને જાપાને સમર્થન કરતા ચીન ભડક્યુ છે. અને હવે ખુલાસાઓ કરવા હવાતીયા મારી રહ્યું છે.

Next Article