Live દરમિયાન ઇન્ફ્લુઅન્સરની હત્યા, ‘ડિલિવરી બોય’ એ આવીને ગોળી મારી દીધી

ટિકટોક લાઈવ દરમિયાન બ્યુટી ઈન્ફ્યુલન્સર વલેરિયા માર્ક્વેઝની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસ હત્યાની તપાસ કરી રહી છે.

Live દરમિયાન ઇન્ફ્લુઅન્સરની હત્યા, ડિલિવરી બોય એ આવીને ગોળી મારી દીધી
| Updated on: May 16, 2025 | 10:35 AM

મેક્સિકોના ઝલિસ્કો રાજ્યમાં એક હચમચાવી નાંખી એવી ઘટના સામે આવી છે. જેમાં 23 વર્ષની ફેમસ સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર અને મોડલ વલેરિયા માર્ક્વેઝનું એક બ્યુટી સલુનમાં ટિકટોક લાઈવસ્ટ્રીમ દરમિયાન ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આ ઘટના ઝલિસ્કોના જાપોપાન શહેરમાં બની છે. જે ગ્વાડાલહારના વિસ્તારમાં આવેલ છે. ઝલિસ્કો રાજ્યના અધિકારીઓએ બુધવારે આ ઘટનાની પુષ્ટિ કરી હતી.વેલેરિયા માર્ક્વેઝ મેક્સિકોમાં ખૂબ જ લોકપ્રિય હતી અને સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર હતી.

છાતીમાં ગોળી મારી હત્યા કરી

કહેવામાં આવી રહ્યું છે કે, વલેરિયા પોતાની લાઈવસ્ટ્રીમ દરમિયાન ડિલીવરી બોય સાથે વાત કરી રહી હતી. ત્યારે અચાનક તેની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. હુમલાખોરે તેને છાતીમાં ગોળી મારી હતી. આ હચમચાવી નાંખનાર ઘટના બાદ મેક્સિકોમાં હિંસા અને અસુરક્ષાને લઈ ફરી સવાલો ઉભા થયા છે. હેરાનની વાત તો એ છે કે, આ હત્યાકાંડના થોડા કલાકો બાદ આ વિસ્તારમાં વધુ એક હાઈ-પ્રોફાઈલ હત્યા થઈ હતી. મેક્સિકોની પીઆરઆઈ પાર્ટીના પૂર્વ સાંસદ લુઈસ આર્માન્ડો કોર્ડોવા ડિયાઝને એક કેફેમાં ગોળી મારવામાં આવી હતી. આ બંન્ને ઘટનાઓ જાપાન અને આસપાસના વિસ્તારોમાં બની છે.

ઈન્ફ્યુલન્સરના ચાહકો દુખી થયા

વલેરિયાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેના ચાહકો અને ફોલોઅર્સ દુખ વ્યક્ત કરી અને ગુસ્સામાં છે. લોકો આ ક્રૂર હત્યાકાંડની નિંદા કરી રહ્યા છે. તેના પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી રહ્યા છે. વલેરિયાની લાઈવસ્ટ્રીમ દરમિયાન થયેલી હત્યા માત્ર તેના ચાહકો માટે નહી પરંતુ આખા મેક્સિકો માટે એક મોટો ઝટકો છે. સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા યુઝર્સ સરકારને આ મામલે કડક કાર્યવાહી ઉઠાવવાની માંગ કરી રહ્યા છે. હાલમાં પોલિસ અને તપાસ એજન્સી આ હત્યાકાંડ પાછળ કયાં કારણો હતા તેમજ હુમલાખોરને પકડવામાં લાગી છે.

ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર માર્ક્વેઝના લગભગ 200,000 ફોલોઅર્સ હતા. મેક્સિકોમાં મહિલાઓની હત્યાના વધતા દર વચ્ચે તેની હત્યા થઈ છે, જે લેટિન અમેરિકા અને કેરેબિયનમાં પેરાગ્વે, ઉરુગ્વે અને બોલિવિયા સાથે ચોથા ક્રમે છે. સંયુક્ત રાષ્ટ્રના ડેટા અનુસાર, 2023 માં, દર 100,000 મહિલાઓએ 1.3 મહિલાઓની હત્યા કરવામાં આવી હતી.

ઈન્ટરનેશનલ સમાચાર વધુ વાંચવા માટે અહી ક્લિક કરો