PNB સ્કેમના ભાગેડુ મેહુલ ચોકસીની મુશીબતો હવે વધી રહી છે. તાજેતરમાં એન્ટિગુઆના સૂચના મંત્રી મેલફોર્ડ નિકોલસે કહ્યું કે મેહુલ ચોકસીએ અમારા દેશની નાગરિકતા લેતા સમયે ખોટી માહિતી આપી હતી. તેથી તેની નાગરિકતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેને અદાલતમાં પણ પડકારવામાં આવશે. હીરાને વેપારી ચોક્સી, 13,500 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડમાં ભાગેડુ જાહેર કરાયેલો છે, હાલમાં ડોમિનિકામાં ગેરકાયદે પ્રવેશને લઈને તે કસ્ટડીમાં છે.
નાગરિકતા રદ કરવાની દિશામાં કામ શરુ
માલ્ફોર્ડે જણાવ્યું હતું કે ચોક્સીએ નાગરિકત્વ માટે અરજી કરી હતી, તેથી તેમનું નામ કોઈ એજન્સી સમક્ષ હાજર થયું ન હતું કે જે ચકાસણી કરે કે તેના પર કોઈ આક્ષેપો છે કે નહીં.
તેમણે જણાવ્યું કે અમે મેહુલ ચોકસીને એ આધારે નોટીસ મોકલી છે કે તેણે ખોટી ઘોષણા કરી. આ બાદ અમે તેની નાગરિકતા રદ કરવાની દિશામાં આગળ વધ્યા છીએ. ચોકસી અમારા આ પગાળા સામે અદાલતમાં પડકાર આપી ચુક્યો છે.
ભારતમાં જે પણ મુદ્દા હોય, અમને તેમાં રસ નથી: ડોમિનિકા PM
આ પહેલાની વાત કરીએ તો આ પહેલા ડોમિનિકાના પ્રધાનમંત્રી રોસવેલ્ટ સ્કેરિટે ભાગેડુ ચોક્સીને ભારતીય નાગરિક કહ્યો હતો અને કહ્યું હતું કે અદાલતો જલ્દી જ તેના ભવિષ્યનો નિર્ણય કરે. સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી, ડોમિનિકા સરકાર પણ તેના હકોનું રક્ષણ કરશે.
ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર ડોમિનિકાના PM એ કહ્યું કે મેહુલ સામે એન્ટિગુઆ કે ભારતમાં જે પણ મુદ્દા હોય, અમને તેમાં રસ નથી. અમે એક વૈશ્વિક સમુદાયનો ભાગ છીએ અને કર્તવ્ય તેમજ જવાબદારને અમે સમજીએ છીએ. કાયદામાં રહીને જે ઉચિત હશે તે કરવામાં આવશે.
મેહુલના ભાઈએ કેરેબિયન મીડિયા ગ્રુપને નોટિસ મોકલી હતી
મેહુલના ભાઈ ચેતન ચિનુભાઇ ચોક્સીએ કેરેબિયન મીડિયા એસોસિએટ્સ ટાઇમ્સને ખોટા સમાચારો પ્રકાશિત કરવાનો આરોપ લગાવીને નોટિસ પાઠવી છે. ચેતનનો દાવો છે કે તેના પર વિપક્ષી નેતા લેનોક્સ લિંટનને પૈસા આપીને તેના ભાઈના અપહરણની વાર્તા બનાવવાનો ખોટો આરોપ મુકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: હજારો જીવ બચાવનાર બહાદુર ઉંદર, 5 વર્ષની નોકરી બાદ થયો નિવૃત્ત, જાણો શું કરતો હતો કામ
આ પણ વાંચો: Good News: 12 વર્ષથી નાની વયના બાળકો માટે પણ આવશે કોરોના વેક્સિન, ફાઈઝર શરુ કરશે ટ્રાયલ
Published On - 10:08 am, Wed, 9 June 21