Machu Pichhu Photo: 500 વર્ષ સુધી દુનિયાથી અજાણ રહ્યું આ રહસ્યમ શહેર, જાણો તેની રસપ્રદ વાતો

|

Jul 15, 2021 | 6:42 PM

આ શહેર વિશ્વના સૌથી પ્રાચીન કલાત્મક નમુનાઓમાંનું એક છે. જો કે, વિશ્વને 20 મી સદીની શરૂઆતમાં તેના વિશે જાણ થઈ. હજી પણ આ શહેરના એક પછી એક નવા રહસ્યો બહાર આવી રહ્યા છે.

1 / 8
એન્ડીઝ પર્વત (andes mountain) પર સ્થિત માચુ પિચ્ચુ (machu picchu) 15 મી સદીનું શહેર છે જે હજી પણ રહસ્યોથી ઘેરાયેલું છે. આ શહેર વિશ્વના સૌથી પ્રાચીન કલાત્મક નમુનાઓમાંનું એક છે. જો કે, વિશ્વને 20 મી સદીની શરૂઆતમાં તેના વિશે જાણ થઈ. હજી પણ આ શહેરના એક પછી એક નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. ચાલો તમને માચુ-પિચ્ચુના કેટલાક રહસ્યો વિશે જણાવીએ.

2 / 8
મચ્છુ પિચ્ચુ ઈન્કા સામ્રાજ્યનું એક ખોવાયેલું શહેર માનવામાં આવતું હતું. હિરામ બિંગહામ ત્રીજાએ તેને 1911 માં શોધી કાઢ્યું. તે ઇંકા સામ્રાજ્યના હારી ગયેલા વિલ્કાબંબા શહેરને શોધી રહ્યો હતો. જો કે તેને લાગ્યું કે માચુ-પિચ્ચુ વિલ્કાબંબા શહેર છે. પરંતુ જ્યારે જીન સવોયે 1964માં એસ્પીરીટુ પમ્પાનું વાસ્તવિક શહેર શોધી કાઢ્યું ત્યારે પાછળથી હિરામ બિંગહામની શોધ ખોટી સાબિત થઈ.

3 / 8
સ્પેનિશ લોકોથી માચુ-પિચ્ચુને લૂંટાવાથી બચાવવા માટે ઇંકાએ શહેરના આસપાસના જંગલને સળગાવી નાખ્યું હતું. જેથી કરીને તે ફરી જંગલ ઉગવા સુધી રસ્તાને ઢાંકી શકાય. આ જ એક કારણ હતું કે સ્પેનિશ લોકો ક્યારેય આ જગ્યાને શોધી ન શક્યા.

4 / 8
સમગ્ર દુનિયાથી આ શહેર અજાણ્યું હતું જેને હીરામ બિંગહામે 1911માં શોધી કાઢ્યું હતું.

5 / 8
માચુ પિચ્ચુનું એક રહસ્ય એ છે કે ઇંકા સામ્રાજ્યએ વારંવાર ધરતીકંપનો સામનો કરવા માટે ઇમારતોને કાળજીપૂર્વક ડિઝાઇન કરી હતી. આ ક્ષેત્ર બે ફોલ્ટ લાઇનની ઉપર સ્થિત છે, જેના કારણે ભૂકંપનું જોખમ વધારે હતું. શહેરને તૈયાર કરવા માટે પ્રાચીન એન્જીનિયરીંગ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

6 / 8
માચુ પિચ્ચુ પ્રાચીન એન્જીનિયરીંગનો એક અદ્ભુત નમૂનો છે. તે આ વાત પરથી સાબિત થાય છે કે 60 ટકા જેટલો શહેરનો ભાગ જમીનની નીચે છે. ઇંકા સામ્રાજ્યએ વરસાદી મોસમની સમસ્યાઓ માટે થઈને ઊંડી ઇમારતો અને રોક ડ્રેનેજ સિસ્ટમ બનાવી હતી.

7 / 8
કેટલાક પુરાતત્ત્વવિદો માને છે કે માચુ પિચ્ચુ એક રાજવી પરિવારનો રિસોર્ટ હતો, જેનો ઉપયોગ શાહી પરિવાર કુઝ્કો શહેરમાં તેમના વ્યસ્ત કામકાજ માંથી બચવા માટે કરતાં હતા. તેને પોતાના આરામ કરવામાં સ્થળ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

8 / 8
એન્ડિઝ પર્વત પર સ્થિત આ સ્થળને જોવા માટે, લોકોને ઘણી ઊંચી ટેકરીઓ ચડવી પડે છે. જો કે એકવાર ઉપર ચડી ગયા પછી આપને સુંદર કુદરતી નજારો જોવા મળે છે. ચારે બાજુથી ખળખળ વહેતી ઉરુબંબા નદી પણ જોવા મળે છે.

Next Photo Gallery