ચટની મેરી, લંડનની સૌથી પ્રખ્યાત ભારતીય રેસ્ટોરન્ટ્સમાંની એક, જે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને ઘણી હસ્તીઓ ભારતીય ભોજન માટે આ હોટલને વધુ પસંદ કરે છે ત્યારે આ હોટલ અને રોસ્ટોરન્ટને તેની હોસ્પિટાલિટી માટે રેસ્ટોરન્ટ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે.
આ જીત નોંધપાત્ર છે કારણ કે AA રેસ્ટોરન્ટ ગાઈડ ના એકલા યુનાઈટેડ કિંગડમમાં માત્ર શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ્સ, હોટલ, સ્પા અને પબને જ ઓળખતી નથી, પરંતુ તેને ફ્રેન્ચ મિશેલિન ગાઈડની સમકક્ષ પણ ગણવામાં આવે છે. AA હોસ્પિટાલિટી એવોર્ડ્સ તેમના 30મા વર્ષમાં હતા, અને એક ભારતીય રેસ્ટોરન્ટ જીતે તે હકીકત આશ્ચર્યજનક હતી.
33 વર્ષ જૂની ભારતીય રેસ્ટોરન્ટની સ્થાપના 1990માં ચેલ્સિયા, લંડનમાં બહેનો કેમલિયા અને નમિતા પંજાબી અને નમિતાના પતિ રંજીત દ્વારા કરવામાં આવી હતી. ફાઈન ડાઈનિંગ ઈન્ડિયન રેસ્ટોરન્ટને રિટ્ઝ,2015 માં લંડન નજીક સેન્ટ જેમ્સ સ્ટ્રીટમાં સ્થાનાંતરિત કરવામાં આવી હતી.
We’re delighted to share that Kanwal Singh and the team @TheChutneyMary have won our AA Restaurant of the Year #London #AAawards!@visitlondon @Londonist @TimeOutEatDrink @RealindianFood pic.twitter.com/XNE9wxSKna
— AA Hospitality (@AAHospitality) September 25, 2023
ચટની મેરીના મેનૂમાં ઘણી ભારતીય પરંપરાગત ખોરાકની ડિશ સામેલ છે, જેમાં જાત જાતની બિરયાનીથી લઈને લેમ્બ કોરમાસ જેવી મોઢામાં પાણી આવી જાય તેવી વાનગીઓનો સમાવેશ થાય છે, જેમાં ભવ્ય, આધુનિક સજાવટ અને પ્રાઈવેટ ભોજન માટે પણ સુવિધાઓ કરવામાં આવી. તેમના પીણાની પસંદગી, જેમાં હોટ ટોડી જેવા લોકપ્રિય પીણાંનો સમાવેશ થાય છે, તે પણ શ્રેષ્ઠ ભારતીય ભોજનને પ્રતિબિંબિત કરે છે.
ચટની મેરીને તેની સર્જનાત્મકતા અને ભારતીય પ્રાદેશિક ભોજનની જાણકારી માટે રેસ્ટોરન્ટ ઓફ ધ યર તરીકે નામ આપવામાં આવ્યું હતું.
એવોર્ડ જીત્યા બાદ કેમેલિયા પંજાબીએ સમારોહમાં જણાવ્યું હતું.”આ પુરસ્કાર સંપૂર્ણપણે અનપેક્ષિત છે, પરંતુ મારા સાથી નિર્દેશકો અને ચટની મેરીની લાંબા સમયથી સેવા આપતી પ્રતિબદ્ધ ટીમ દ્વારા તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે,” “આ ખાસ કરીને નોંધપાત્ર છે કારણ કે ચટની મેરી એ 33 વર્ષ જૂની રેસ્ટોરન્ટ છે; “આ મહત્વપૂર્ણ અને આદરણીય સિદ્ધિ માટે હવે સ્વીકારવું એ ખાસ કરીને હૃદયસ્પર્શી છે, કારણ કે મીડિયાનું ધ્યાન મોટાભાગે નવીનતમ રેસ્ટોરન્ટ્સ, ફૂડ ટ્રેન્ડ્સ અને ઉભરતા સ્ટાર શેફ પર હોય છે.”
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો