Breaking News : નેપાળમાં ભૂસ્ખલન થતા બે બસ નદીમાં ખાબકી, 60 મુસાફરો ડૂબ્યા, રેસ્ક્યૂની કામગીરી ચાલુ

|

Jul 12, 2024 | 7:53 AM

પોલીસ અધિક્ષક ભાવેશ રિમાલે જણાવ્યું કે નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના જવાનો બચાવ કામગીરી માટે ઘટના સ્થળ તરફ જઈ રહ્યા છે. વિવિધ સ્થળોએ ભૂસ્ખલનને કારણે થયેલા કાટમાળને કારણે નારાયણઘાટ-મુગલિંગ રોડ સેક્શન પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.

Breaking News : નેપાળમાં ભૂસ્ખલન થતા બે બસ નદીમાં ખાબકી, 60 મુસાફરો ડૂબ્યા, રેસ્ક્યૂની કામગીરી ચાલુ

Follow us on

નેપાળમાં વહેલી સવારે ખૂબ જ  ભયંકર દુર્ઘટના બની છે. 63 મુસાફરો ભરેલી બે બસ જઇ રહી હતી તે દરમિયાન ભૂસ્ખલનને કારણે બંને બસો ત્રિશુલી નદીમાં ખાબકી હતી. મળતી માહિતી મુજબ બંને બસમાં બસ ડ્રાઈવર સહિત કુલ 63 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માત સવારે લગભગ 3.30 વાગે થયો હતો.

ચિતવન જિલ્લા મેજિસ્ટ્રેટ ઈન્દ્રદેવ યાદવે જણાવ્યું હતુ કે અમે ઘટના સ્થળે છીએ અને સર્ચ ઓપરેશન ચાલુ છે. સતત વરસાદના કારણે બચાવ કાર્યમાં અડચણ આવી રહી છે. ઈન્દ્રદેવ યાદવના જણાવ્યા અનુસાર રાજધાની કાઠમંડુ જઈ રહેલી એન્જલ બસ અને ગણપતિ ડીલક્સ સવારે લગભગ 3.30 વાગે અકસ્માતનો ભોગ બન્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

પોલીસે જણાવ્યું કે કાઠમંડુ જઈ રહેલી બસમાં 24 લોકો અને અન્ય બસમાં 41 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ગણપતિ ડીલક્સમાં મુસાફરી કરી રહેલા ત્રણ મુસાફરો વાહનમાંથી કૂદી પડવામાં સફળ રહ્યા હતા.

વડાપ્રધાને પુષ્પ કમલ દહલે દુખ વ્યક્ત કર્યું

ઘટના અંગે નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલે ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે નારાયણગઢ-મુગલીન રોડ સેક્શન પર ભૂસ્ખલન અને પૂરને કારણે સંપત્તિને નુકસાન થવાને કારણે જમીન ધોવાઈ જવાથી લગભગ 60 મુસાફરોના ગુમ થવાના સમાચારથી મને ખૂબ જ દુઃખ થયું છે.  મેં દેશના જુદા જુદા ભાગોમાં ગૃહ વહીવટ સહિત સરકારની તમામ એજન્સીઓને મુસાફરોની શોધ કરવા અને તેમને બચાવવા માટે નિર્દેશ આપ્યો છે.

 

ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો

પોલીસ અધિક્ષક ભાવેશ રિમાલે જણાવ્યું કે નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના જવાનો બચાવ કામગીરી માટે ઘટના સ્થળ તરફ જઈ રહ્યા છે. વિવિધ સ્થળોએ ભૂસ્ખલનને કારણે થયેલા કાટમાળને કારણે નારાયણઘાટ-મુગલિંગ રોડ સેક્શન પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. રોડ ડિવિઝન ભરતપુરના જણાવ્યા અનુસાર, રસ્તા પરનો ટ્રાફિક પૂર્વવત કરવામાં સમય લાગશે.

Next Article