તમે પાકિસ્તાનની (Pakistan) આર્થિક સ્થિતિ અને લોકોની જીવનશૈલી વિશે ઘણું જાણતા હશો, જેમની હાલત ખૂબ જ ખરાબ છે. પરંતુ, પાકિસ્તાનના નિયમો (Rules) પણ ઓછા નથી, જે લોકો પર ઘણાં નિયંત્રણો લાદે છે. પાકિસ્તાનમાં આવા ઘણા કાયદાઓ છે, જે ખરેખર આશ્ચર્યજનક છે, જેના વિશે જાણીને તમને લાગશે કે અહીં લોકો પર કેટલા પ્રતિબંધો છે.
પાકિસ્તાનમાં ત્રણ પ્રકારના કાયદા લાગુ પડે છે, જેમાં પાકિસ્તાન દંડ સંહિતા, શરિયા કાયદો અને જર્ગા કાયદાનો સમાવેશ થાય છે. આદિવાસી વિસ્તારોમાં જર્ગા કાયદો લાગુ છે. આ કાયદાઓમાં ઘણા વિચિત્ર નિયમો છે અને જો ભારતમાં આવા કાયદા લાગુ કરવામાં આવે તો તે ખૂબ જ મુશ્કેલ બની શકે છે. ખુદ પાકિસ્તાનની એક વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતીના આધારે, અમે તમને જણાવીએ કે કયા વિચિત્ર કાયદા છે…
શિક્ષણ પર છુટ
પાકિસ્તાનમાં સાક્ષરતાની ટકાવારી ઘણી ઓછી છે અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કેટલાક પગલાં લેવાના બાકી છે. તેમ છત્તાં પણ પાકિસ્તાનમાં શિક્ષણ પર ટેક્સ લાગે છે, જે ખરેખર આશ્ચર્યજનક છે.
ઇઝરાયલને દેશ નથી માનતુ
ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન તેના નાગરિકોને ઈઝરાયલ જવા દેતું નથી, કારણ કે ત્યાંની સરકાર વિચારે છે કે ઈઝરાયેલ કોઈ દેશ નથી.
ગર્લ ફ્રેન્ડ રાખવાની મનાઇ
ત્યાંના હુદૂદ વટહુકમ (Hudood Ordinance) મુજબ, તમે પશ્ચિમી દેશોની જેમ ગર્લફ્રેન્ડ રાખી શકતા નથી. સરકાર કોઈ પુરુષને લગ્ન વગર સ્ત્રી સાથે રહેવાની સ્વતંત્રતા આપતી નથી, એટલે કે તમારે લગ્ન કરવા જરૂરી છે.
કેટલાક અરબી શબ્દોનું અંગ્રેજી નથી
આજકાલ અંગ્રેજીનો પ્રભાવ વધી રહ્યો છે. પરંતુ એવું કહેવાય છે કે કેટલાક અરબી શબ્દોનો અંગ્રેજીમાં અનુવાદ પાકિસ્તાનમાં પ્રતિબંધિત છે. આ શબ્દોમાં મસ્જિદ, અલ્લાહ, રુસૂલ વગેરેનો સમાવેશ થાય છે.
PM ની મજાક કરી શકાતી નથી
પાકિસ્તાનના પીએમ વિશે કોઇ પણ મજાક કરી શકાતું નથી. જો કોઇ એમ કરતુ પકડાય તો તેના પર કાર્યવાહી કરવામાં આવે છે.
મીમ્સ અપલોડ કરવું પણ ગેરકાયદેસર
પાકિસ્તાનના સાયબર ક્રાઈમ કાયદા મુજબ, તમે સોશિયલ મીડિયા પર કોઈની મજાક ઉડાવવા માટે મીમ્સ વગેરે શેર કરી શકતા નથી, નહીંતર તમારે દંડ ભરવો પડી શકે છે.
બજારમાં ખાઈ શકતા નથી
પાકિસ્તાનમાં રમઝાન દરમિયાન કોઈ પણ વ્યક્તિ બજારમાં કંઈપણ ખાઈ શકે નહીં. આ સમયે તમને જાહેરમાં કંઈપણ ખાવાનું મોંઘું પડી શકે છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –