જાણો શું થઈ રહ્યો છે ગધેડાનો ઉપયોગ, કેમ વધી રહી છે કિંમત

|

Jun 11, 2021 | 3:30 PM

એક જમાના માત્ર વજન ખેંચવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ગધેડાની કિંમત હવે  દવા બનાવવામાં વધતી ઉપયોગીતાએ વધારી દીધી છે.ગધેડાની ચામડીમાંથી બનેલા જિલેટીનનો  દવામાં ઉપયોગ કરવામાં આવે છે. ચીનમાં આ દવાની ભારે માંગ છે

જાણો શું થઈ રહ્યો છે ગધેડાનો ઉપયોગ, કેમ વધી રહી છે કિંમત
જાણો શું થઈ રહ્યો છે ગધેડાનો ઉપયોગ

Follow us on

એક જમાના માત્ર વજન ખેંચવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ગધેડા(Donkey )ની કિંમત હવે  દવા(Medicine)  બનાવવામાં વધતી ઉપયોગીતાએ વધારી દીધી છે. જેમાં પણ વિશ્વભરમાં ગધેડાની વધારે ડિમાન્ડ ચીન(China)  કરી રહ્યું છે. તેમજ તે અન્ય દેશોમાંથી મોંધા ભાવે ગધેડા(Donkey )ની ખરીદી કરી રહ્યું છે.

પાકિસ્તાને દર વર્ષે ચીનને 80,000 ગધેડા આપવાની સમજૂતી કરી

પાકિસ્તાનમાં પણ ગધેડા(Donkey )ની સંખ્યામાં ત્રણ વર્ષમાં ત્રણ લાખનો વધારો થયો છે. તેમજ પાકિસ્તાને દર વર્ષે ચીનને 80,000 ગધેડા આપવાની સમજૂતી કરી છે. જેની તે તગડી કિંમત પણ વસુલે છે. તેમજ પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધે તે માટે ચીનની કંપની પાકિસ્તાનમાં ભારે ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે.તેમજ ટ્રેડિશનલ દવા પર વિશ્વાસ કરનારા ચીન(China)માં ગધેડાના માંસથી દવા બનાવવામાં આવે છે. જેની ચીનમાં ખૂબ જ માંગ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સાંધાના દુખાવામાં અસરકારક દવા

ચીનમાં ઇજિયાઓ(ejiao)નામની દવા ગધેડાની ત્વચામાંથી નીકળતા જિલેટીન પદાર્થમાંથી બનાવવામાં આવે છે. આ દવા જે પરંપરાગત ચાઇનીઝ મેડિસિન (ટીસીએમ) હેઠળ આવે છે. તે શરીરની રોગપ્રતિકારક શકિત વધારવા માટે આપવામાં આવે છે. આ સિવાય સાંધાના દુખાવામાં અસરકારક દવા પણ માનવામાં આવે છે.

ઇજિયાઓ(ejiao)નામની દવા બનાવવામાં આવે છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે ગધેડાની ચામડીનો ઉપયોગ કરીને ચાઇના સહિતના ઘણા દેશોમાં જાતીય શક્તિમાં વધારો કરનારી ઇજિયાઓ(ejiao)નામની દવા બનાવવામાં આવે છે. એજીઆવ પાણીમાં ઓગળીને અથવા એન્ટી એજિંગ ક્રિમ સાથે મિશ્રિત થઈ શકે છે.

ઇજિયાઓ(ejiao)ના ભાવ હવે પ્રતિ કિલો 780 ડોલર

પહેલા આ દવાનો ઉપયોગ ઉચ્ચ વર્ગના લોકોમાં વિપુલ પ્રમાણમાં થતો હતો. પરંતુ હવે સમય સાથે તેની માંગ મધ્યમ વર્ગ અને વિદેશમાં પણ રહેતા ચીની લોકોમાં વધવા માંડી છે. આને લીધે, વર્ષ 2000 માં 30 ડોલર પ્રતિ કિલોના દરે ઉપલબ્ધ ઇજિયાઓ(ejiao ) ના ભાવ હવે પ્રતિ કિલો 780 ડોલર પર પહોંચી ગયા છે.

ટર્નઓવર આશરે 130 અબજ ડોલર

ગધેડાની ચામડીમાંથી બનેલા જિલેટીનનો  દવામાં ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રજનન સમસ્યાઓમાં અને તેની સાથે ગધેડાનું માંસ પણ ખાવામાં આવે છે. ચીનમાં આ દવાની ભારે માંગ છે. આ ઉપરાંત અન્ય દવાઓ કે જે TMC હેઠળ આવે છે તે પ્રાણીઓમાંથી  તૈયાર કરવામાં આવે છે.

આ દવા માટે  વર્ષે 50 લાખથી વધુ ગધેડાની જરૂર 

ચીનમાં ગધેડાઓની માંગને કારણે ઘણા દેશો તેને ગધેડાની સપ્લાય કરી રહ્યા છે. ગધેડા પર કામ કરતી બ્રિટીશ સંસ્થા The Donkey Sanctuaryઅનુસાર, ચીનમાં દર વર્ષે આ દવા માટે 50 લાખથી વધુ ગધેડાની જરૂર પડે છે. આ જરૂરિયાતને પહોંચી વળવા પાકિસ્તાન અને આફ્રિકા જેવા ઘણા દેશો ચીનને ગધેડા મોકલી રહ્યા છે.  છેલ્લા 6 વર્ષમાં તેની જરૂરિયાત વધી છે અને તેની સાથે ગધેડાઓની દાણચોરી પણ વધી છે.

ચીનમાં ગધેડા ઉછેરનો ઉદ્યોગ ઘટ્યો

1992 થી ચીનમાં ગધેડા ઉછેરનો ઉદ્યોગ ઘટ્યો હતો. તેનું કારણ અહીં સતત વધતું ઔદ્યોગિકરણ હતું. તેથી ખેતીવાડી અને પશુપાલનનાં જોડાયેલા લોકો પણ ઉદ્યોગના કામમાં જોડાવા લાગ્યા અને અન્ય પ્રાણીઓની જેમ ગધેડાની સંખ્યા પણ ઓછી થવા લાગી.

બ્રાઝિલમાં ગધેડાની દાણચોરી થવા લાગી

હવે આ દેશ આ મામલે અન્ય દેશો પર સંપૂર્ણ નિર્ભર છે. હાલ પાકિસ્તાન અને આફ્રિકા સિવાય બ્રાઝિલથી ગધેડા ચીન મોકલવામાં આવી રહ્યા છે. એકલા બ્રાઝિલમાં 2007 માં ગધેડાની વસ્તીમાં લગભગ 30 ટકાનો ઘટાડો થયો હતો. એવું માનવામાં આવે છે કે ત્યારથી અહીં મોટી સંખ્યામાં ગધેડાની દાણચોરી થવા લાગી છે.

Published On - 3:26 pm, Fri, 11 June 21

Next Article