
માઓના દાત જોઇને લાગતુ કે જાણે તેમના દાત પર કોઇએ લીલો રંગ લગાવી દીધો હોય. એમના વિશે એ પણ કહેવાય છે કે તેમને ન્હાવાથી નફરત હતી અને તે ક્યારેક ક્યારેક જ ન્હાતા હતા.

સુવાના મામલામાં પણ તે દુનિયા કરતા ઉંધા હતા. જ્યારે દુનિયા સુતી હોય ત્યારે આખી રાત તેઓ કામ કરતા હતા અને જ્યારે લોકો જાગતા હોય ત્યારે દિવસે તે ઉંઘ પૂરી કરતા હતા.

આ બધી વાતો પરથી ખબર પડે છે કે તે કેટલા અજીબ હતા. આ સિવાય તેઓ હંમેશા પોતાના પલંગ પર જ સુતા તેને અન્ય કોઇના પલંગ પર ઉંઘ ન આવતી.