કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના,પાકિસ્તાને ગુજરાતનાં જુનાગઢ પર પોતાનો દાવો કર્યો,દેશ ચલાવવાની હેસિયત નથી અને પાકિસ્તાનનાં સીમાને લઈ શેખચલ્લીનાં સપના

|

Aug 04, 2020 | 2:10 PM

ભારત અને નેપાળ વચ્ચે સીમા વિવાદ થયા બાદ નેપાળે વિવાદિત ક્ષેત્રને પોતાનું બતાવી દેવાની હરકત કરી છે તેના જ રવાડે ચઢીને પાડોશી દેશ પણ માંકડાની જેમ તેની પાસેથી શિખીને ભારતનાં વિવિધ પ્રદેશને પોતાના બતાવવાની નફ્ફટાઈ નક્શા રીલીઝ કરીને કરી છે. પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાનખાને મંગળવારે એક બેઠકમાં દેશનો નવો નક્શો જાહેર કરી નાખ્યો કે જેમાં લદ્દાખ, […]

કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના,પાકિસ્તાને ગુજરાતનાં જુનાગઢ પર પોતાનો દાવો કર્યો,દેશ ચલાવવાની હેસિયત નથી અને પાકિસ્તાનનાં સીમાને લઈ શેખચલ્લીનાં સપના
http://tv9gujarati.in/kehta-bhi-diwana…ano-daavo-thokyo/

Follow us on

ભારત અને નેપાળ વચ્ચે સીમા વિવાદ થયા બાદ નેપાળે વિવાદિત ક્ષેત્રને પોતાનું બતાવી દેવાની હરકત કરી છે તેના જ રવાડે ચઢીને પાડોશી દેશ પણ માંકડાની જેમ તેની પાસેથી શિખીને ભારતનાં વિવિધ પ્રદેશને પોતાના બતાવવાની નફ્ફટાઈ નક્શા રીલીઝ કરીને કરી છે. પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાનખાને મંગળવારે એક બેઠકમાં દેશનો નવો નક્શો જાહેર કરી નાખ્યો કે જેમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીરનાં સિયાચીન સહિત ગુજરાતનાં જૂનાગઢ પર દાવો ઠોકી દીધો. પાકિસ્તાને આ પગલું 5 ઓગસ્ટ પહેલા ઉઠાવ્યું છે કે જ્યારે જમ્મુ કાશ્મીરમાંથી ભારતે 370ની કલમ હટાવી તેના પાંચ વર્ષ પુરા થવાના છે. પાકિસ્તાને જાહેર કરેલા નવા નક્શામાં ભારત અને ચીન વચ્ચે જે વિસ્તારોમાં વિવાદ ચાલી રહ્યો છે તેને અનડિફાઈન્ડ ફ્રન્ટિયર નામ આપ્યું છે. પાકિસ્તાન હવે આ નક્શો યુનાઈટેડ નેશન સામે મુકવાનું છે. ધ્યાન આપવા વાળી વાત એ છે કે એક દિવસ પહેલા જ નિયંત્રણ રેખા પર શાહ અને દેશનાં રક્ષામંત્રી પહોચ્યા હતા અને તેમણે જમાવ્યું હતું કે કાશ્મીરનાં લોકોની આઝાદીનાં હક માટેનાં સમર્થનમાં છે અને બીજા જ દિવસે આખા કાશ્મીર પર તેણે દાવો ઠોકી દીધો.

જણાવવું રહ્યું કે ભારત સાથે સીમા વિવાદ પછી નેપાળે પણ આવું જ કર્યું હતું. લિપુલેખ, કાલાપાણી અને લિપિયાધુરાને પોતાનું બતાવતા નેપાળ સરકારે પોતાના દેશનો નક્શો જારી કરી દીધો હતો અને તેને સંસદમાં પાસ પણ કરાવી દીધો. ખાસ વાત એ છે કે હાલમાં જ નેપાળનાં વિદેશ પ્રધાન પ્રદિપ ગ્યાવલીએ કહ્યું હતું કે તેમની ચીન સાથે કોઈ સીમા વિવાદ નથી પરંતુ ભારત સાથે છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Next Article