કેરીનો હલવો, પાલકના સમોસા… કમલા હેરિસે સ્ટેટ લંચમાં પીએમ મોદીને પીરસ્યું આ ખાસ ભોજન?, જુઓ મેનૂ

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના લંચમાં પીએમને જે ભોજન પીરસવામાં આવ્યુ તેનું સમગ્ર મેન્યૂ સામે આવ્યું છે. જેમાં પીએને સમોસા, ખીચડી, કેરીની ખીર, મસાલા ચા પીરસવામાં આવી હતી. જણાવી દઈએ કે પીએમ મોદીને ખીચડી ખૂબ જ પસંદ છે. મોદીને સમોસા પણ ખુબ ભાવે છે.

કેરીનો હલવો, પાલકના સમોસા... કમલા હેરિસે સ્ટેટ લંચમાં પીએમ મોદીને પીરસ્યું આ ખાસ ભોજન?, જુઓ મેનૂ
| Edited By: | Updated on: Jun 24, 2023 | 12:21 PM

PM Modi in USA: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે હતા, જે હવે અમેરિકાથી ઈજિપ્ત જવા નીકળી ગયા છે. ત્યારે તેમનો આ અમેરિકાનો પ્રવાસ ખુબ જ ખાસ રહ્યો હતો. અમેરિકામાં રાષ્ટ્રપતિના આમંત્રણ પર પીએમ મોદીએ ગુરુવારે વ્હાઈટ હાઉસમાં સ્ટેટ ડિનર માટે હાજર રહ્યા હતા.

અહીં અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બિડેને પીએમ મોદી માટે શુદ્ધ શાકાહારી ભોજન તૈયાર કરાવ્યું હતું. જે બાદને શુક્રવારે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનના આમંત્રણ પર પીએમ મોદી લંચ માટે પહોચ્યા હતા. અહીં પણ પીએમ મોદીના ભોજનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યુ છે કે અહીં પણ પીએમ મોદીને ભોજનમાં ખાસ અને તેમની મનપસંદ વાનગીઓ પીરસવામાં આવી હતી.

પાલકના સમોસા કેરીનો હલવો

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના લંચમાં પીએમને જે ભોજન પીરસવામાં આવ્યુ તેનું મેનૂ સામે આવ્યું છે. જેમાં પીએમને સમોસા, ખીચડી, કેરીની હલવો, મસાલા ચા પીરસવામાં આવી હતી. જણાવી દઈએ કે પીએમ મોદીને ખીચડી ખૂબ જ પસંદ છે. મોદીને સમોસા પણ ખુબ ભાવે છે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકન પીએમ માટે સ્પેશિયલ લંચ મેનૂ તૈયાર કર્યુ હતુ. ત્યારે આ વાનગીઓ ભારતીય મૂળના શેફ મેહરવાન ઈરાની દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

ઈરાની ભારતી અમેરિકન છે તે ત્યાનાં પ્રખ્યાત શેફ અને રેસ્ટોરન્ટના માલિક છે. તેમણે કહ્યું કે અમેરિકામાં ભારતીય ખોરાક વિશેની ધારણાઓ બદલાઈ રહી છે. મહારાષ્ટ્રના અહમદનગરમાં જન્મેલા અને ઉછરેલા ઈરાની 20 વર્ષની ઉંમરે યુએસ ગયા.

ખાસ લંચ મેનૂ આવ્યુ સામે

મેનૂ ચાર્ટ મુજબ તૈયાર કરેલા સમોસામાં પાલક, કોથમીર-ફૂદીના અને સીતાફળની પેસ્ટનો ટેસ્ટ આપવામાં આવ્યો હતો. ખીચડી પણ સ્વાદિષ્ટ બનાવવામાં આવી હતી. તે બાજરી, મસૂર દાળ, ભીંડાનું અથાણું, દહીં, ધાણા તેલ અને ચણાની ચટણી પણ સાથે તૈયાર કરવામાં આવી હતી. તેની સાથે મીઠાઈ તરીકે કેરીના હલવામાં પારલે-જી બિસ્કિટના ક્રસ્ટ, કેસર કેરી, એલચી, આદુ, રબડી ક્રીમ, ચાંદીના લીફનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પીએમની ખિચડી પણ હતી ખાસ

લંચનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં પીએમ મોદી ખીચડી ખાતા જોવા મળી રહ્યા છે. બાદમાં મહેમાનોએ પીએમ સાથે સેલ્ફી પણ લીધી હતી. બપોરના ભોજન દરમિયાન સંગીતનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.

સ્ટેટ ડિનરમાં શું ખાસ હતું?

રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા આયોજિત રાજ્ય રાત્રિભોજનમાં બરછટ અનાજ, ખાસ કરીને બાજરી, કોર્ન કર્નલ સલાડ અને સ્ટફ્ડ મશરૂમ્સમાંથી બનાવેલ ખોરાક પણ પીરસવામાં આવ્યો હતો. આ સ્ટેટ ડિનરમાં ભારત અને અમેરિકાના 400 દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ડિનરમાં પટેલ રેડ બ્લેન્ડ 2019 નામની વાઈન પણ પીરસવામાં આવી હતી. વ્હાઇટ હાઉસમાં રાજ પટેલને ડિનર માટે તેમની વાઇનરીમાંથી રેડ વાઇન અહીં પ્રસ્તુત કરી હતી.

બરછટ અનાજની વાનગીઓ પીરસવામાં આવી

ડિનર મેનૂમાં સ્ટાર્ટર તરીકે ભોજનમાં મેરીનેટેડ મિલેટ, લેમન-ડિલ યોગર્ટ સોસ, ગ્રીલ્ડ કોર્ન કર્નલ સલાડ, કોમ્પ્રેસ્ડ વોટરમેલન અને ટેન્ગી એવોકાડો સોસ પીરસવામાં આવ્યો હતો. તેમજ મુખ્ય કોર્સમાં સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ્સ, ક્રીમી કેસર ઇન્ફ્યુઝ્ડ રિસોટ્ટો આ ઉપરાંત સુમેક રોસ્ટેડ સી-બાસ, લેમન યોગર્ટ સોસ, ક્રિસ્પ્ડ મિલેટ કેક અને સમર સ્ક્વોશ પણ મહેમાનોને પીરસવામાં આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:17 pm, Sat, 24 June 23

Follow Us