અફઘાનિસ્તાનમાં (Afghanistan), ઉઝબેકિસ્તાનથી (Uzbekistan) વીજળીના પુરવઠામાં 60 ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે દેશમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. અફઘાનિસ્તાનની પાવર બોડી ‘દા અફઘાનિસ્તાન બ્રેશ્ના શેરકટ’ (DABS) એ કહ્યું કે ઉઝબેકિસ્તાને એક તરફી નિર્ણય લીધો છે અને તેમને જાણ પણ કરવામાં આવી નથી. ડીએબીએસના પ્રવક્તા હેકમતુલ્લા મૈવંદીએ જણાવ્યું હતું કે ઉઝબેકિસ્તાને વીજ પુરવઠામાં ખામી માટે તકનીકી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ મુદ્દો બે કે ત્રણ દિવસમાં ઉકેલાઈ જશે.
ખામા પ્રેસે અહેવાલ આપ્યો, “DABS અધિકારીઓ કહે છે કે ઉઝબેકિસ્તાનમાંથી વીજળીની આયાતમાં ઘટાડો થવાથી કાબુલ સહિત 16 પ્રાંતોમાં વીજળીની અછત અને અંધારપટ થઈ ગયો છે. અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી સમસ્યાઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી વીજળીનો ઉપયોગ ઓછો કરો.
હકીકતમાં, અફઘાનિસ્તાન તેની વીજળીની માગ માટે મધ્ય એશિયાના દેશો પર સંપૂર્ણપણે નિર્ભર છે. તાજેતરમાં ઉઝબેકિસ્તાને અફઘાનિસ્તાનના પાવરમાં કાપ મૂક્યો હતો. આના કારણે કાબુલ સહિત અનેક શહેરોની ઇલેક્ટ્રીસીટી જતી રહી છે અને દેશ અંધકારમાં ડૂબી ગયો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉઝબેકિસ્તાને બાકી રકમ ન ચૂકવવાને કારણે વીજળી કાપી નાખી છે. જોકે, અફઘાનિસ્તાને આ માટે ટેકનિકલ સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યું હતું. આ પછી તાલિબાને તેમની સરકાર બનાવી. જો કે, તાલિબાન સરકારની રચના બાદ અફઘાનિસ્તાન આર્થિક સંકટમાં ડૂબી ગયું છે. તાલિબાનના શાસન પછી, ગરીબી, દુષ્કાળ અને વીજળીના અભાવથી પીડિત અફઘાનિસ્તાનની સ્થિતિ હાલમાં ખૂબ જ ખરાબ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અફઘાનિસ્તાનમાં ઘેરા આર્થિક સંકટને કારણે દેશના 50 ટકા કારખાનાઓ ઠપ્પ થઈ ગયા છે. એટલું જ નહીં આ કારખાનાઓમાં ઉત્પાદન પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. આના કારણે માત્ર આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતાનું સંકટ જ ગાઢ બનવા લાગ્યું નથી પરંતુ અફઘાનિસ્તાનમાં મોટી સંખ્યામાં નાગરિકો પણ બેરોજગાર બની ગયા છે.
અહેવાલો અનુસાર, આ કારણોસર અફઘાનિસ્તાનમાં ભૂખમરો વધ્યો છે. તાલિબાન સરકાર પાસે રોકડની અછતને કારણે, ત્યાંના કામદારોને વેતન તરીકે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કામદારોને પાંચ કલાક કામ કર્યા બાદ માત્ર 10 કિલો ઘઉં આપવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –